Thu Jun 18 2026

Logo

ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાનો ચીનને સંદેશ, ફિલીપાઇન્સ સાથે કરશે સૈન્ય અભ્યાસ

2026-04-14 20:17:04
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: મિડલ ઈસ્ટ યુદ્ધમાં અમેરિકાની પીછેહઠ અને  હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાની નાકાબંધીએ વિસ્તારમાં તણાવ વધારી  દીધો છે. તેમજ એક તરફ ચીને અમેરિકાની નાકાબંધીને ગેરકાયદે ગણાવી છે. ત્યારે અમેરિકા હવે એશિયામાં શકિત પ્રદર્શન કરવા અને ચીનને સંદેશ આપવા માટે ફિલીપાઇન્સ સાથે સૈન્ય અભ્યાસ કરશે. જેમાં બંને દેશોના 17,000 સૈનિકો સામેલ થશે. 

આ ચીનને અમેરિકાનો સંદેશ  

અમેરિકાનું આ પગલું  ચીનને  સંદેશ માનવામાં આવે છે. આ લશ્કરી કવાયત 20 એપ્રિલથી 8 મે સુધી ચાલશે અને તેનું નામ 'બાલિકતન' રાખવામાં આવ્યું છે. આ ક્ષેત્રમાં ચીનની  લશ્કરી પ્રવૃત્તિઓ વધી રહી છે. તેમજ  જાપાનની સેના પણ આ કવાયતમાં ભાગ લેશે.જેમાં ઉત્તર પશ્ચિમ ફિલિપાઇન્સના દરિયામાં મિસાઇલોનો ઉપયોગ કરીને જહાજ ડૂબવાની ઘટનાનો સમાવેશ થાય છે. આ વિસ્તાર વિવાદિત દક્ષિણ ચીન સમુદ્રની નજીક આવેલો છે.

ચીન લગભગ સમગ્ર પ્રદેશ પર દાવો કરે છે

જ્યાં ચીન લગભગ સમગ્ર પ્રદેશ પર દાવો કરે છે. ફિલિપાઇન્સ, વિયેતનામ, મલેશિયા, બ્રુનેઈ અને તાઇવાન પણ આ જળ સીમા પર દાવો કરે છે. જો કે, તાજેતરના વર્ષોમાં ચીન અને ફિલિપાઇન્સ વચ્ચે તણાવ ઝડપથી વધ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશોના જહાજો અનેક વખત સામસામે આવી ગયા છે.