Tue Sep 15 2026

Logo

અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓની બસમાં ભીષણ આગ, 54 લોકોને બચાવાયા

2026-07-17 16:56:50
Author: Chandrakant Kanoja
અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓની બસમાં ભીષણ આગ, 54 લોકોને બચાવાયા

રામબન : જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ અકસ્માત નડ્યો હતો. જેમાં રામબન જિલ્લાઆના કરોલ નજીક અમરનાથ યાત્રાળુઓને લઈ જતી બસમાં ભીષણ આગ લાગી હતી.જોકે, સુરક્ષાદળોની મદદથી મોટી દુર્ઘટના ટળી હતી. તેમજ 54 લોકોને સુરક્ષિત રીતે બસની બહાર કાઢવામાં આવ્યા હતા.

ટાયર ફાટ્યું હતું અને બસમાં અચાનક આગ  લાગી

આ અંગે સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે,  રાજસ્થાનના યાત્રાળુઓને લઈને સ્લીપર બસશ્રીનગરથી જમ્મુ તરફ જઈ રહી હતી.  ત્યારે કરોલ નજીક અચાનક બસનું ટાયર ફાટ્યું હતું અને બસમાં અચાનક આગ  લાગી હતી. 

રાહત અને બચાવ કામગીરી શરૂ કરી

તેમજ આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ, સેના, CRPF,SDRF,ફાયર વિભાગ, સિવિલ ક્વિક રિસ્પોન્સ ટીમ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.  તેમણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી અને આગ આખી બસને લપેટમાં લે તે પહેલાં મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં યાત્રાળુઓને કોઈ ઈજા નથી થઇ.