(જીગર પંડ્યા)
જમ્મુઃ ભારતની ઉત્તરે આવેલા જમ્મુમાં તાવી નદીના કિનારે ૧૯મી સદીનો ઐતિહાસિક અમર મહાલ પેલેસ આવેલો છે. આ રાજમહેલ ડોગરા રાજા અમર સિંહ માટે એક ફ્રેન્ચ આર્કિટેક્ટ દ્વારા યુરોપિયન કેસલ (ચેટો) શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યો હતો અને આ પેલેસનું સૌથી મોટું આકર્ષણ ૧૨૦ કિલો શુદ્ધ સોનાનું સિંહાસન છે, જ્યાં બેસીને મહારાજા પોતાની પ્રજાને નિષ્પક્ષ ન્યાય આપતા હતા. આજે આ સ્થાન ડોગરા રાજવંશની અમૂલ્ય ધરોહર તરીકે સાચવવામાં આવ્યું છે.
જાણો અમર મહાલ પેલેસ મ્યુઝિયમનો ઇતિહાસ
શું તમે જાણો છો કે ભારતની ઉત્તરે આવેલા જમ્મુમાં એક એવો મહેલ છે, જેની ડિઝાઇન ફ્રાન્સના મહેલો પરથી પ્રેરિત છે. ૧૯મી સદીનો ઐતિહાસિક અમર મહાલ પેલેસ, જે ડોગરા રાજા અમર સિંહ માટે એક ફ્રેન્ચ આર્કિટેક્ટે ડિઝાઇન કર્યો હતો. તેનું સ્થાપત્ય યુરોપિયન કેસલ (ચેટો) શૈલીનું છે.
(જીગર પંડ્યા મુંબઈ સમાચાર)
જમ્મુના મહારાજા પોતાની પ્રજાને નિષ્પક્ષ ન્યાય આપતા
અહીંનું સૌથી મોટું આકર્ષણ છે ૧૨૦ કિલો શુદ્ધ સોનાનું સિંહાસન છે. આ માત્ર એક વૈભવી સિંહાસન નહોતું, પણ એક એવું સ્થાન હતું જ્યાંથી જમ્મુના મહારાજા પોતાની પ્રજાને નિષ્પક્ષ ન્યાય આપતા હતા!
સિંહાસન આજે પણ રાજાશાહી ન્યાયપ્રણાલીની સાક્ષી પૂરે છે
જમ્મુના પ્રખ્યાત અમર મહાલ પેલેસમાં રાખવામાં આવેલું આ ૧૨૦ કિલો સોનાનું સિંહાસન ડોગરા રાજવંશની અમૂલ્ય ધરોહર છે. અદ્ભુત કોતરણી અને રોયલ શાન ધરાવતું આ સિંહાસન આજે પણ ભારતના ભવ્ય ઇતિહાસ અને રાજાશાહી ન્યાયપ્રણાલીની સાક્ષી પૂરે છે.
(જીગર પંડ્યા મુંબઈ સમાચાર)
આ સિવાય અહીં કાંગડા અને પહાડી શૈલીના દુર્લભ ચિત્રોનો અદ્ભુત ખજાનો છે. ઇતિહાસના શોખીનો માટે અહીં એક સમૃદ્ધ પુસ્તકાલય પણ છે, જેમાં હજારો જૂના અને દુર્લભ પુસ્તકો સાચવવામાં આવ્યા છે. અહીંના પુસ્તકાલયમાં હજારો પુસ્તકોનો સંગ્રહ છે, જેમાં ફિલોસોફી અને સંસ્કૃત-પર્શિયન હસ્તપત્રો સહિત અનેક પ્રાચીનો પુસ્તકનો સમાવેશ થાય છે. અહીં આધુનિક આર્ટ ગેલેરી છે, જ્યાં દિગ્ગજ ચિત્રકારોના ચિત્રો છે. જમ્મુ આવો ત્યારે તાવી નદીના કિનારે આવેલા આ મહેલની મુલાકાત લેવાનું ચૂકતા નહીં.