અયોધ્યાઃ ઉત્તર પ્રદેશની અલાહાબાદ હાઈ કોર્ટે હલાલાના નામે સગીરાઓ પર થતા શારીરિક અત્યાચાર અને દુષ્કર્મના કેસ મુદ્દે આંખ લાલ કરી દીધી છે. ગેંગરેપ સાથે જોડાયેલા એક કેસમાં સુનાવણી કરતા કોર્ટે સમગ્ર કિસ્સાને અતિ ગંભીર ગણાવ્યો હતો. જેમાં FIR કરવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો. અલાહાબાદ કોર્ટે હલાલાના નામ પર સગીરા પર થતા શારીરિક શોષણ અને પછી ગૅંગરેપમાં એક કિસ્સામાં FIR નહીં થતા કોર્ટે આકરૂં વલણ અપનાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે આ ખૂબ જ સિરિયસ કેસ છે, આમાં તટસ્થ તપાસ અનિવાર્ય છે. કોર્ટે એવી પણ ટકોર કરી કે, ધાર્મિક પ્રથાની આડમાં આ પ્રકારના ગુનાઓનો ક્યારેય સ્વીકાર કરી શકાય નહીં.
ખૂબ જ ગંભીર મામલો ગણાવ્યો
ચીફ જસ્ટિસ જેજે મુનીર અને ચીફ જસ્ટિસ તરૂણ સક્સેનાની ડિવિઝન બેંચે આ અંગે સનાવણી હાથ ધરી છે. હાઈકોર્ટે CRLP(A) 8465/2026 સાથે જોડાયેલી ચાર ગુના સંબંધિત અરજીઓ પર એકસાથે સુનાવણી કરીને અમુક અરજી ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, આવા કિસ્સાઓમાં પ્રાથમિક સ્તરે તપાસ કરવી જોઈએ FIRને રદ્દ ન કરી શકાય. આ ખૂબ જ ગંભીર મામલો છે.
આ ઉપરાંત એડવાન્સમાં આપવામાં આવેલી રાહત પણ ખતમ કરી દીધી હતી.
FIR અનુસાર પીડિતાના લગ્ન વર્ષ 2015માં થયા હતા. એ સમયે તે સગીર હતી. તલાક પછી એને હલાલાના નામ પર બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બનાવવા પર મજબૂર કરી દેવામાં આવી. એના પછી વર્ષો સુધી હલાલાની આડમાં ગૅંગરેપ જેવા ગંભીર આરોપ સામે આવ્યા હતા. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, 18 વર્ષની નીચેની છોકરી સાથે સહમતિ પર કાયદાકીય માન્યતા નથી. જો કોઈ સગીરવયની યુવતી સાથે શારીરિક સંબંધ બનાવે છે તો એ ગુનો બને છે.
આ યોગ્ય બિલકુલ નથી
આના પર પોક્સો એક્ટ દાખલ થાય.ધાર્મિક કે વ્યક્તિગત નિયમનો સહારો લઈને કોઈ આવું ગુનાહિત કૃત્ય ન કરી શકે. આવા કૃત્યને ક્યારેય સાખી લેવામાં નહીં આવે.આ યોગ્ય બિલકુલ નથી. જો કોઈ પરંપરાના નામ પર ગુનો થયો છે તો એ પણ કાયદાકીય રીતે ખોટું છે અને આ કિસ્સામાં કાયદો કાયદાનું કામ કરશે.
હાઈ કોર્ટે જણાવ્યું હતું કે આ મામલો બંધારણના અનુચ્છેદ 14 અને 21માં સમાવિષ્ટ સમાનતા, ગૌરવ અને વ્યક્તિગત સ્વતંત્રતાના મૂલ્યોનું ઉલ્લંઘન કરે છે. આવા આરોપો 'અંતરાત્મા માટે આઘાતજનક છે.' કોર્ટે અવલોકન કર્યું હતું કે પહેલી 'હલાલા' પ્રક્રિયા દરમિયાન પીડિતા સગીર હતી અને આ કૃત્ય ગુનાની શ્રેણીમાં આવે છે. વારંવાર આવું કરવામાં આવે એ પણ યોગ્ય નથી.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે બીજી વખત 'હલાલા' ની આડમાં પીડિતા પર સામૂહિક બળાત્કારનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.આ સમગ્ર કેસ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લા સાથે જોડાયેલો છે. પીડિતાના નિકાહ 15 વર્ષની ઉંમરે નક્કી થઈ ગયા હતા. વર્ષ 2015માં પરાણે નિકાહ કરાવવામાં આવ્યા હતા.
નવ આરોપી સામે કાયદાકીય પગલાં
વર્ષ 2016માં ત્રણ તલાક આપીને ફરીવાર લગ્નના બહાને વર્ષ 2016માં પીડિતાને નિકાહ હલાલા કરવા મજબૂર કરવામાં આવી હતી. આ પછી વર્ષ 2017માં પણ ફરીથી નિકાહ કરાવવામાં આવ્યા હતા. વર્ષ 2021 માં, પીડિતાના પતિએ તેણીને છૂટાછેડા આપી દીધા અને બીજા લગ્ન કર્યા. જોકે, જ્યારે તે તેની બીજી પત્ની સાથે બાળક ન મેળવી શક્યો, ત્યારે તેણે પીડિતાને ત્રીજી વાર લગ્ન કરવાનું ખોટું વચન આપીને દબાણ કર્યું.
ત્યાર બાદ, 19 ફેબ્રુઆરી 2025ના આરોપીએ હલાલા પ્રથાની આડમાં તેના બે ભાઈઓ દ્વારા પીડિતા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો. આ કેસમાં નવ આરોપીઓ છે. જેના પર કાયદાકીય કાર્યવાહી ચાલું છે.