Sat Apr 18 2026

Logo

અક્ષય કુમાર અને પ્રિયદર્શનની આઈકોનિક જોડીની વાપસી; 'ભૂત બંગલા'નું ટીઝર રિલીઝ, ડર અને હાસ્યનો ડબલ ડોઝ...

2026-03-12 20:39:11
Author: Darshna Visaria
Article Image

બોલીવૂડમાં કોમેડીના કિંગ ગણાતી અક્ષય કુમાર અને દિગ્દર્શક પ્રિયદર્શનની જોડી 16 વર્ષના લાંબા વિરામ બાદ ફરી એકવાર આ ધમાકેદાર જોડી વાપસી કરવા માટે તૈયાર છે. પ્રિયદર્શનની આગામી હોરર-કોમેડી ફિલ્મ 'ભૂત બંગલા' (Bhooth Bangla)નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. તમે પણ ફિલ્મનું ટીઝર ના જોયું હોય તો અત્યારે જ જોઈ લો... 

આ પહેલી વખત નથી અક્ષય કુમાર અને પ્રિયદર્શન સાથે કામ કરી રહ્યા છે. આ પહેલાં પણ બંને જણ 'હેરા ફેરી', 'ગરમ મસાલા', 'ભૂલ ભુલૈયા' અને 'દે દના દન' જેવી બ્લોકબસ્ટર કોમેડી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. એક્કી અને પ્રિયદર્શને છેલ્લે 2010માં ફિલ્મ 'ખટ્ટા મીઠા'માં સાથે કામ કર્યું હતું. હવે 16 વર્ષના સમય બાદ 2026માં અક્કી અને પ્રિયદર્શન પાછા સાથે જોવા મળી રહ્યા છે. 

જોકે, આ ફિલ્મનું ટીઝર જોયા બાદ દર્શકોને ફિલ્મ ભૂલભૂલૈયાની યાદ આવી ગઈ છે. ટીઝરની શરૂઆત એક દયામણી અને રહસ્યમયી હવેલીથી થાય છે. મંગલપુર નામના ગામમાં ચેતવણી આપવામાં આવે છે કે અહીં કોઈ લગ્ન નહીં કરે, કારણ કે આ ગામ પર વસુધર નામની આત્માનો શ્રાપ હોય છે. જોકે, આ બધા વચ્ચે ગામમાં લગ્નની તૈયારીઓ શરૂ થતી દેખાય છે અને શરૂ થાય છે હવેલીમાં ચિત્ર વિચિત્ર ઘટનાઓનો સિલસિલો... 

લોન્ચ કરવામાં આવેલા ટીઝરમાં અક્ષય કુમાર એક રહસ્યમય અને જૂના બંગલાની સામે જોવા મળે છે. ટીઝરના બેકગ્રાઉન્ડમાં ડરામણો અવાજ અને સાથે જ પ્રિયદર્શનની સ્ટાઈલની ટિપિકલ કોમેડીની ઝલક જોવા મળે છે. અક્ષયનો લૂક પણ ઘણો રસપ્રદ છે, જે 'ભૂલ ભુલૈયા'ના આદિત્ય શ્રીવાસ્તવની યાદ અપાવે છે. 

ફિલ્મ ભૂત બંગલાની સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે તબુ, પરેશ રાવલ, અને વામિકા ગબ્બી જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દિગ્ગજ કલાકાર પરેશ રાવલ અને અક્ષયની જોડી ફરી એકવાર પડદા પર જોવી એ ચાહકો માટે કોઈ ટ્રીટથી જરાય ઓછી વાત નથી.

આ ફિલ્મની ખાસ વાત વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં દિગ્ગજ અનુભવી નેતા અસરાની પણ જોવા મળશે, કારણ કે 20મી ઓક્ટોબર, 2025ના 84 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. વાત કરીએ અક્ષય કુમાર સ્ટારર આ ફિલ્મ થિયેટરમાં ક્યારે રીલિઝ થશે અને તો ટીઝર સામે આવતાં જ ખ્યાલ આવે છે તે 10મી એપ્રિલ, 2026ના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે.