મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બારામતી જઈ રહ્યા હતા. વિમાનમાં સવાર તમામ લોકોના મૃત્યુ થયા છે. બારામતીની મુલાકાતના એક દિવસ પહેલા, તેમણે મુંબઈમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે વિકાસ કાર્યો અંગે એક બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકનો ફોટો તેમનો છેલ્લો ફોટો બન્યો.
અનેક વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી.
27 જાન્યુઆરીના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મુંબઈમાં કેબિનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ હાજરી આપી હતી.
આ બેઠકમાં, છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને મેટ્રો લાઇન 8 દ્વારા નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક સાથે જોડવા માટે મંજૂરી આપવામાં આવી હતી. સાથે કુંભ મેળાને ધ્યાનમાં રાખીને 66.15 કિમી લાંબા નાશિક શહેર પરિક્રમા માર્ગ બાંધકામને મંજૂરી આપવામાં આવી. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹3,954 કરોડ છે.
ગઢચિરોલી જિલ્લામાં, મિનરલ ટ્રાન્સપોર્ટેશન માટે સુધારેલા 85.76 કિલોમીટરના નવેગાંવ મોર-કોંસરી મુલચેરા હેદરી-સુરજાગઢ હાઇવે, ચાર-લેન સિમેન્ટ કોંક્રિટ હાઇવેને મંજૂરી આપવામાં આવી છે.
સરકારી બેઠકનો ફોટો મહારાષ્ટ્રના સીએમઓ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આને જ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના હેન્ડલ પરથી રી-પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ અજિત પવારના હેન્ડલ પરથી છેલ્લી પોસ્ટ છે.