Wed Aug 19 2026

Logo

Operation Sindoor: અજિત ડોભાલે 88 કલાકના ઑપરેશન અંગે કર્યો મોટો ખુલાસો, જાણો શું હતો મુખ્ય 'ટાર્ગેટ'?

2026-08-14 17:59:00
Author: Mumbai Samachar Team
Article Image

Chat GPT Generated Image


પહલગામ હુમલાનો જવાબી પ્રહાર અને ભારતીય સૈન્યની રણનીતિ પર ડિસ્કવરી પ્લસ લાવ્યું ખાસ ડૉક્યુમેન્ટરી

નવી દિલ્હીઃ ઑપરેશન સિદૂંર બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ કોણ છે એ વિશે મોટાભાગના દેશવાસીઓ જાણે છે. આ ઑપરેશન બાદ પહેલીવાર અજિત ડોભાલે એક ખાસ મુલાકાતમાં પાડોશી દેશને શાનમાં સમજાવી દીધું હતું. 88 કલાક સુધી ચાલુ રહેલા આ ઑપરેશન પાછળ અજિત ડોભાલે એક ખાસ રણનીતિ તૈયાર કરી હતી. આર્મી, નેવી અને એરફોર્સ દરેક સુરક્ષા પાંખને આ અંગે એક ખાસ ટાસ્ક આપવામાં આવ્યું હતું. ખાસ કરીને ભારતીય વાયુ સેનાને એક મિશન આપવામાં આવ્યું હતું. જેનું મોનિટરિંગ ખૂદ અજિત ડોભાલ કરી રહ્યા હતા. એક ખાસ મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, ભારત સહિષ્ણુ છે પણ એને ભારતની નબળાઈ નહીં માનતા. અમે જોખમ લઈ શકીએ છીએ પણ ઘરમાં ઘૂસીને પ્રહાર પણ કરી શકીએ છીએ.

આ જવાબી હુમલો હતો

આપણી જે સહનશીલતા છે એને નબળાઈ સમજવાનો પ્રયાસ નહીં કરતા. આપણા આ ઑપરેશન પાછળનો હેતુ દુશ્મનોના એ ઠેકાણાને નષ્ટ કરવાનો હતો. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી આ ઑપરેશન ડિઝાઈન કરવામાં આવ્યું હતું. આ એ ઠેકાણા હતા જેનો ઉપયોગ પહેલાગામ હુમલા વખતે થયો હતો. ઑપરેશન સિંદૂર એક બે ભાગમાં તૈયાર કરવામાં આવેલી એક ડૉક્યુમેન્ટરી છે. આનું પ્રસારણ ડિસ્કવરી ચેનલ પર સ્ટ્રિમિંગ એપ્લિકેશન ડિસ્કવરી પ્લસ પર કરવામાં આવશે. 

ઑપરેશન સિંદૂર સાથે જોડાયેલી ઘટના અને ભારતના ઉચ્ચ નેતૃત્વ, સૈન્ય પાંખ સાથે કરેલા સંવાદનું આ વિડિયો ડૉકયુમેન્ટ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. ડોભાલે જણાવ્યું હતું કે, દુનિયા માટે એક સ્પષ્ટ સંદેશ છે. ભારતની ઉદારતા અને ભારતની સહનશીલતાને નબળાઈ ગણશો નહીં, ભારત કોઈ પણ રિસ્ક લઈ શકે છે અને હુમલો પણ કરી શકે છે. પછી ભલે જે પરિણામ આવવાનું હોય એ આવે, જે થવાનું હોય એ થાય. 

બે ભાગમાં છે ડૉક્યુમેન્ટરી

આ ડૉક્યુમેન્ટરીમાં ભારતની સૈન્ય પાંખ સાથે જોડાયેલા કેટલાક કિસ્સા, રાષ્ટ્રીય સુરક્ષાને લઈ નેતૃત્વને જોડી એક સિરિઝ તૈયાર કરવામાં આવી છે. ઑપરેશન સિંદૂર શરૂ થતા પહેલા જે કેટલાક નિર્ણય લેવાયા હતા એની અહીંયા વાત કરવામાં આવી છે. એ અધિકારીઓના પ્રત્યક્ષ અનુભવને અહીં વીડિયો ફોર્મેટમાં પ્લે કરી દેવાયા છે. આ એક જવાબી હુમલો હતો, જેમાં નિર્ણય પ્રક્રિયા, રણનીતિ અને દાંત ખાટા કરવાની ક્ષમતા સ્પષ્ટ હતી. ઑપરેશન સિંદૂર 7 મેના રોજ વહેલી સવારે કરાયું હતું. 

22 એપ્રિલના રોજ પહલગામમાં કરવામાં આવેલા હુમલાની સામે આ એક સૈન્ય ઑપરેશન હતું. આ ઑપરેશનમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી અડ્ડાઓનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો હતો. 88 કલાક સુધી આ ઑપરેશન ચાલ્યું હતું. 10 મેના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી એક સહમતી બાદ સૈન્ય પ્રવૃતિઓને રોકી દેવામાં આવી હતી.