Sun Sep 06 2026

Logo

અમદાવાદમાં વાતાવરણ પલટાયું; ભરઉનાળે ચોમાસા જેવી સ્થિતિ, અનેક જિલ્લામાં થયો વરસાદ

2026-04-03 19:08:46
Author: Vimal Prajapati
અમદાવાદમાં વાતાવરણ પલટાયું; ભરઉનાળે ચોમાસા જેવી સ્થિતિ, અનેક જિલ્લામાં થયો વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં આજે અમદાવાદ શહેરમાં વાતાવરણ પલટાયું છે. અત્યારે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વાતાવરણ જોતા ભારે વરસાદ થશે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ કરા સાથે વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં વરસાદ થઈ શકે છે. વાતાવરણ જોતા શહેરીજનો ખૂશ થશે પરંતુ ખેડૂતોમાં ચિંતા વ્યાપી શકે છે.

આ જિલ્લાઓમાં  વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો

રાજ્યમાં પડેલા કમોસમી વરસાદની વાત કરવામાં આવે તો, આજે ગીર સોમનાથ, દ્વારકા, પાટણ, બનાસકાંઠા, ભાવનગર, મહેસાણા સહિતમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. પાટણમાં તો કરા સાથે વરસાદ થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સાથે પાલનપુરના પણ અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ થયો છે. આ કમોસમી વરસાદના કારણે ખેતીને નુકસાન થઈ શકે છે.

કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગના આંકડા પ્રમાણે વેરાવળમાં 15થી 20 મિનિટમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આગામી 7 એપ્રિલ સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજી પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. શહેરીજનોને અસહ્ય ગરમીથી રાહત મળી રહી છે, પરંતુ આ વરસાદ ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે. 

સૌરાષ્ટ્રમાં પણ અનેક જિલ્લાઓમાં વરસાદ થયો

વધારે વિગતે વાત કરવામાં આવે, સાબરકાંઠા, ઊંઝા, બહુચરાજી, મોઢેરા અને ઉનાવામાં પણ ધીરીધારે વરસાદ થયો છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ અનેક જિલ્લાઓમાં વરસાદ થયો છે. ખાસ કીરને વેરાવળમાં ખૂબ જ વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે વરસાદને પગલે કેરી, તમાકુ, બાજરી, જીરૂ અને ઘઉં સહિતના પાકને ભારે નુકસાન થવાની ભીતિ હોવાના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે.