Thu Jun 18 2026

Logo

અમદાવાદમાં નશામાં ધૂત ડ્રાઈવરે પોલીસની 'શી' ટીમનું વાહન ડિવાઈડર પર ચડાવ્યું

2026-03-05 16:18:41
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં પોલીસ સ્ટેશનની 'શી-ટીમ'ના આઉટસોર્સિંગ ડ્રાઈવરે દારૂ પીધેલી હાલતમાં સરકારી વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. આરોપી રાકેશ વિશ્વાસરાવ પાટીલે નિકોલ ભવાની ચોક ચાર રસ્તા પાસે જાહેર રોડ પર સરકારી વાહન ડિવાઈડર પર ચડાવી દીધું હતું. 

આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ પેટ્રોલીંગમાં રહેલા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડ્રાઈવર નશામાં હતો. આ મામલે પોલીસની ફરિયાદના આધારે આરોપી ડ્રાઈવર વિરુદ્ધગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.