Wed Jun 24 2026

Logo

અમદાવાદમાં ઈન્ટીરિયર ડીઝાઈનિંગ માટેના એક્સપિરિયન્સ સેન્ટરનો પ્રારંભ

2026-06-24 22:44:39
Author: mumbai samachar team
Article Image

અમદાવાદ, 21 જૂન: અમદાવાદમાં  ઈન્ટીરિયર ડીઝાઈનિંગ માટેના એક્સપિરિયન્સ સેન્ટરનો પ્રારંભ કરાયો છે કે જ્યાં લોકો વિવિધ ડિઝાઇન કન્સેપ્ટ્સનો અનુભવ કરી શકે છે.  લોકો ઈન્ટીરિયર ડીઝાઈનિંગ કરાવતાં  પહેલાં પોતાના સ્પેસની કલ્પના અને દૃશ્યરૂપ જોઈ શકે એવા આ સેન્ટરમાં મટિરિયલ લેબ પણ છે. આ લેબમાં વિવિધ પ્રકારની ફિનિશિસ, લેમિનેટ્સ, વીનીઅર્સ, ફેબ્રિક્સ, હાર્ડવેર અને અન્ય ઇન્ટિરિયર મટિરિયલ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હોવાથી ગ્રાહકોને એક જ સ્થળે જાણકારીપૂર્વક અને યોગ્ય ડિઝાઇન પસંદગીઓ કરવામાં સહાય મળે છે. 

ટેકનોલોજી-સંચાલિત ઇન્ટિરિયર સોલ્યુશન્સ કંપની સ્પેસ એન લિવિંગ દ્વારા અમદાવાદમાં તેની કામગીરી શરૂ કરાઈ તેમાં આ સુવિધાઓ છે. આ કંપની રહેણાંક, વાણિજ્યિક, કોર્પોરેટ અને હોસ્પિટાલિટી પ્રોજેક્ટ્સ માટે એન્ડ-ટુ-એન્ડ ડિઝાઇન અને એક્ઝિક્યુશન સેવાઓ પ્રદાન કરે છે.

 કંપનીનો હેતુ ઇન્ટિરિયર ડિઝાઇનની સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. તે માટે કંપની ડિઝાઇન, મટિરિયલ પસંદગી, મેન્યુફેક્ચરિંગ અને પ્રોજેક્ટના અમલીકરણ માટે એક જ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. પોતાની ઇન-હાઉસ મેન્યુફેક્ચરિંગ સુવિધાના આધારે  સ્પેસ એન લિવિંગ સમગ્ર પ્રોજેક્ટ માટે ગુણવત્તા નિયંત્રણ, સમયસર ડિલિવરી અને વધુ જવાબદારી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે.

અભિષેક શર્મા અને ઓમપ્રકાશ સુથાર દ્વારા કંપનીની સ્થાપના ઇન્ટિરિયર ડિઝાઇન ઉદ્યોગમાં વધુ પારદર્શિતા, ટેકનોલોજી એકીકરણ અને ગ્રાહક સુવિધા લાવવાના વિઝન સાથે કરવામાં આવી છે.

આ પ્રસંગે અભિષેક શર્માએ જણાવ્યું હતું કે, અમે ટેકનોલોજી, ઉત્પાદન ક્ષમતાઓ અને ગ્રાહક-પ્રથમ અભિગમ દ્વારા, અમે ઇન્ટિરિયર અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો અને ઉદ્યોગ માટે નવા માપદંડો સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખીએ છીએ. ઓમપ્રકાશ સુથારે જણાવ્યું હતું કે, અમારી સેવાઓ સમગ્ર પ્રોજેક્ટ યાત્રાને આવરી લે છે.