Sun Sep 06 2026

Logo

હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું, AMC ગરમીથી બચવા શું અપીલ કરી?

2026-04-23 10:35:00
Author: Vimal Prajapati
હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું, AMC ગરમીથી બચવા શું અપીલ કરી?

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ગરમીમાં વધારો થશે આગાહી કરવામાં આવી છે. તારીખ 23/04/2026થી 29/04/2026 દરમિયાન હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન 41°C થી 43°C સુધી રહેવાની શક્યતા છે. તેથી Ahmedabad Municipal Corporation દ્વારા શહેરીજનોને ગરમીથી બચવા ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે.

ગરમીમાં વારંવાર પાણી પીશું - ગરમીથી બચીશું

ગરમીમાં લોકોએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. કારણે કે, સ્વાસ્થ્ય બગડવાની સંભાવના રહેતી હોય છે. ગરમીના દિવસોમાં લોકો સૌથી વધારે પરેશાન થતા હોય છે, એટલા માટે એએમસી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે, ગરમી વધારે હોય તો, લૂ લાગવાના લક્ષણોમાં વધારે પરસેવો, નબળાઈ, માથાનો દુખાવો, ચક્કર, ચામડી લાલ-સુકી થવી, સ્નાયુ દુખાવો, ઉબકા અને ઉલ્ટીનો સમાવેશ થાય છે.

AMC ગરમીથી બચવા શહેરવાસીઓને શું અપીલ કરી?

  • બહાર જતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખવી.
  • દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પ્રવાહી પદાર્થો જેમ કે પાણી, લીંબુ શરબત, છાશ અને નાળિયેર પાણીનું સેવન કરવું.
  • તાજા ફળો અને શાકભાજી ખાવા, જ્યારે તીખું, વધુ પ્રોટીનયુક્ત અને વાસી ખોરાક ટાળવો.
  • ચા, કૉફી અને સોડાવાળા પીણાંનું ઓછું સેવન કરવું.
  • બહાર જતી વખતે છત્રી/ટોપી/સ્કાર્ફનો ઉપયોગ કરો તથા આછા રંગના ઢીલા સુતરાઉ કપડાં પહેરવા.
  • લાંબા સમય સુધી તડકામાં ન રહેવું અને કામ દરમ્યાન વિરામ લઈ ઠંડકવાળા સ્થળે આરામ કરવો.
  • નાના બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.