Sat Sep 12 2026

Logo

જાણીતી બ્રાન્ડ્સના નામે નકલી માલ વેચનારા ત્રણને પોલીસે પકડ્યા

2026-05-24 21:01:38
Author: Pooja Shah
જાણીતી બ્રાન્ડ્સના નામે નકલી માલ વેચનારા ત્રણને પોલીસે પકડ્યા

અમદાવાદઃ ગુજરાતમાં ખાદ્યપદાર્થોથી માંડી ઘણું નકલી મળે છે. વારંવાર આ પ્રકારની રેડ પાડવામાં આવતી હોવા છતાં આવા ગુનાઓ થતા રહે છે. ફરીવાર અમદાવાદમાં આવી રેડ પાડવામાં આવી હતી, જેમાં જાણીતી ચા, ઘી અને બીજી અનેક વસ્તુઓ મળી હતી. આવી વસ્તુ વેચનારાઓના ગોડાઉનમાં પોલીસે છાપો માર્યો હતો, જેમાં ત્રણ ગોડાઉનમાં આવી જાણીતી વસ્તુઓનો જથ્થો મળી આવતા અંદાજે રૂ. 20 લાખની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 

પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને ખબર મળી હતી કે બજારમાં સિગારેટના પેક્ટ્સ મળી રહ્યા છે, જેના પર કેન્સરની ચેતવણી નથી. આથી પોલીસે તપાસ કરતા અરૂણકુમાર ગુપ્તા અને સચિન ગુપ્તા નામના બે ભાઈની ધરપકડ કરી હતી. તે સમયે આ બન્ને આરોપી પાસેથી રૂ. 3.25 લાખની નકલી સિગારેટ મળી હતી. 

બન્ને આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય એક આરોપી સુજીત પોદારનું નામ ખૂલ્યું હતું. ત્યારબાદ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે માત્ર સિગારેટ નહીં, રોજબરોજના વપરાશની વસ્તુઓ મળી હતી. હવે પોલીસે આગળની કાર્યવાહી આગળ ધરી હતી.