Mon Jun 08 2026

Logo

આચમનઃ ઇશ્વરના આદેશો પ્રમાણેનું વર્તન પ્રસન્નતા આપનારું કિર્તન

2026-06-08 09:01:00
Author: Anwar Valiani
Article Image

 

અનવર વલિયાણી

પશુ - પક્ષી - જળચર તથા જંતુઓ કરતાં - માનવજીવન એટલી બઘી ઊંચાઇએ છે

- સતત ઉત્ક્રાંતિ પામનારું છે અને એ પણ ઘણી બધી દિશાઓમાં કે એને અદાકારા,
- પત્રકાર, કલાકાર, સલાહકાર, પ્રવચનકાર, ચિત્રકાર, ગ્રંથકાર, શિલ્પકાર, નૃત્યકાર, ટીકાકાર,  સાહિત્યકાર, કિર્તનકાર, કથાકાર ઉપરાંત - અંધકાર, પડકાર, ફટકાર, શ્રવણકાર અને ચમત્કારની પણ જરૂર પડે

- પોતપોતાના ક્ષેત્રમાં નવુંનવું સંશોધન કરી,

- માનવજીવન વધુ સારું - સરળ, ન્યાયપ્રિય, શાંતિ આપનારું, કળાત્મક તથા સમૃદ્ધ અને તે પણ ઇશ્વરની ઇચ્છા મુજબનું તથા ઇશ્વરની લક્ષ્મણરેખામાં રહીને આ બધું કરી શકે તેવાં હજારો ક્ષેત્રે નવાનવા એક્સપર્ટોની જરૂર પડે છે.

- તમે જે પણ ક્ષેત્રમાં હો,
- જે કોઇ વ્યવસાય - કળા - સેવા - સંશોધન - સાહસ - મિશનમાં હો અને તમારી કેટેગરી- પ્રકારની પાછળ

- ‘કાર’ શબ્દ આવતો હોય કે ન આવતો હોય છતાં પણ જો તમે.
- પ્રભુના ઘરની કાર સેવા કરતા હો,
- તેમ તમારું કર્તવ્ય કરતા હો,

- ઇશ્વરની સલાહ લેતા હો અને
- આદેશો પ્રમાણે વર્તતા હો તો
- તમે જે કંઇ કરો છો તે

- ઉતમ પ્રસન્નતા આપનારું અને
- પ્રભુપ્રિય કાર્ય જ છે.

લેખકના વિચારો :
સર્જનમાં ઉચ્ચ તું કહેવાય છે,
તારા માટે તો બધું સર્જાય છે
જો! ફરિશ્તાના નમન તુજને થયા
મૂલ્ય તારાં કેટલાં અંકાય છે?
(ફરિશ્તા-ઇશ્વરના દૂત)
* * *
‘અનવર’ એ મહી છે સફળતા જીવનની
કે કર્તવ્યમાં તું પરોવાઇ જાએ
* * *
યુવાન ‘અનવર’ છે તો તુજમાં
વિરાટની શક્તિઓ છૂપી.
એક એક કદમથી ધરતીને
તું થર પર ધ્રૂજાવી દે!
* * *
હર વિચારોની અસર થતી ગઇ.
હર પળે હું રોજ પલટાતો ગયો.
* * *
- અને છેલ્લે વાચક મિત્રોને અર્પણ
આંખો મેં ખુશી
લબોં પે ખુશી
ગમ કા કહીં
નામ ન હો,
આપ કો જહાં કી
ખુશિયાં મિલે
ઇન ખુશિયોં કી
કભી શામ ન હો.