Sat Sep 12 2026

Logo

અમદાવાદમાં સ્ક્રીન એડિક્શનની ફરિયાદ કરતો રોજનો એક કૉલ આવે છે અભયમ હેલ્પલાઈનને

2026-06-28 15:50:16
Author: Pooja Shah
અમદાવાદમાં સ્ક્રીન એડિક્શનની ફરિયાદ કરતો રોજનો એક કૉલ આવે છે અભયમ હેલ્પલાઈનને

અમદાવાદઃ મહિલાના પ્રશ્નો ઉકેલવા માટે ખાસ બનેલી અભયમ હેલ્પલાઈન નંબર 181 પર રોજ એક કૉલ મોબાઈલ એડિક્શનનો આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા અમુક વર્ષોથી ધીમે ધીમે આવા કૉલ્સમાં વધારો થઈ રહ્યો છે અને આંકડા અનુસાર દરરોજ એક કૉલ સ્ક્રીન એડિક્શનનો આવી રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. 

હેલ્પલાઈન સાથે જોડાયેલા સલાહકારોના જણાવ્યા અનુસાર સ્ક્રીન એડિક્શન માત્ર ધ્યાનનો અભવા જ નથી, પરંતુ  ઘણા કિસ્સાઓમાં, તે ગુસ્સો, ચિંતા, હતાશા, હિંસક વર્તન, ઊંઘમાં વિક્ષેપ અથવા ઘટતા ગ્રેડ તરીકે પણ સામે આવી રહ્યું છે. 

તાજેતરમાં જ અમદાવાદ પૂર્વમાં રહેતા એક પરિવારે અભયમની મદદ લીધી હતી. પરિવારનો 14 વર્ષીય દીકરો મોબાઈલ ગેમની લતે ચડી ગયો હતો અને એકાદ મહિનાથી સ્કૂલે જતો ન હતો. તે સ્કૂલના નામે ઘરેથી નીકળી જાહેર સ્થળો પર બેસી ગેમ્સ રમ્યા કરતો હતો. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા માતા-પિતાને જાણ કરવામાં આવતા મામલો બહાર આવ્યો હતો. દીકરી પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવે તો તે હિંસક બની જતો હતો. આખરે અભયમના કાઉન્સિલર્સની મદદથી કિશોરે મોબાઈલ જોવાનું ઓછું કરી સ્કૂલે જવાનું શરૂ કર્યું હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી હતી.