Tue Sep 08 2026

Logo

યોગ દિવસ પર અમરેલીના 100 વર્ષના જડીમાએ જુદા જુદા આસનો કરી આપી યુવાનોને પ્રેરણા

2026-06-21 22:39:42
Author: Devayat Khatana
યોગ દિવસ પર અમરેલીના 100 વર્ષના જડીમાએ જુદા જુદા આસનો કરી આપી યુવાનોને પ્રેરણા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: ગુજરાતમાં 21 જૂનના રોજ 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના અનેક શહેરોમાં યોગ દિવસની ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. મુખ્ય પ્રધાન  ભૂપેન્દ્ર પટેલથી લઈને ગૃહ પ્રધાન અમિત શાહ, નાયબ ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. જો કે આ ઉજવણીમાં અમુક કિસ્સાઓની ખાસ ચર્ચા થઈ હતી. અમરેલી જિલ્લાના નાના એવા સાજીયાવદર ગામ ૧૦૦ વર્ષના વડીલ જડીમાએ પણ યોગ કરીને ઉજવણીમાં સહભાગી થયા હતા. 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાંથી ઉજવણીના અનેક સમાચારો બહાર આવ્યા હતા, પરંતુ અમરેલી જિલ્લાના સાજીયાવદર ગામના 100 વર્ષના વડીલ જડીમા કટકિયાએ આ સદી વટાવી ચૂકેલી ઉંમરે પણ ઉત્સાહભેર યોગાભ્યાસ કરીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

વિશ્વ યોગ દિવસ પર જડીમાએ પોતાના ગામમાં અનોખી રીતે ભાગ લીધો હતો અને યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે જુદા જુદા આસનો કરીને લોકોને આજના તણાવપૂર્ણ જીવનમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની અપીલ કરી હતી. 100 વર્ષની ઉંમરે પણ અડગ જુસ્સા સાથે યોગાસનો કરતા જડીમાનો આ અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર જોતજોતામાં ભારે વાયરલ થયો હતો.