Sun Oct 04 2026

Logo

રવિવારે મહિલાઓની એશિયા કપ ફાઇનલ

Dubai   2026-09-12 22:41:56
Author: Ajay Motiwala
રવિવારે મહિલાઓની એશિયા કપ ફાઇનલ

@BCCIWomen


ભારત અને શ્રીલંકાને બૅટર્સ જિતાડશે કે સ્પિન-આક્રમણ?

દુબઈઃ ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવારે (રાત્રે 8.00 વાગ્યાથી) અહીં ટી-20 એશિયા કપની ફાઇનલ (Final) રમાશે જેમાં બન્ને દેશની બૅટર્સ ચડિયાતી પુરવાર થવા કોઈ કસર નહીં છોડે. જોકે એનાથી પણ વિશે બાબત એ છે કે ભારત પાસે દીપ્તિ શર્મા, શ્રી ચરની અને પ્રેમા રાવતના રૂપમાં વર્લ્ડ-ક્લાસ સ્પિનર છે તો શ્રીલંકાએ જીતવા માટે બે સ્પિનર હર્ષિતા સમરવિક્રમા અને કવિશા દિલહારી પર આધાર રાખવો પડશે. જોકે સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર અને પ્રતીકા રાવલ તેમ જ દીપ્તિ શર્મા અને રિચા ઘોષ બૅટિંગના જોરે ભારતને આઠમું એશિયા કપ (Asia cup) ટાઇટલ અપાવી શકે એમ છે.

36 વર્ષીય કૅપ્ટન ચમારી અથાપથ્થુ પોતે શ્રીલંકાની બહુ સારી ઑફ સ્પિનર છે. તેણે અને 17 વર્ષની ચામુડી પ્રાબોદાએ શુક્રવારે પાકિસ્તાન સામેની સેમિ ફાઇનલમાં બે-બે વિકેટ લીધી હતી. શ્રીલંકાએ એ સેમિમાં પાકિસ્તાનને ચાર વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

દુબઈની પિચ પર સ્પિનર્સને વધુ ફાયદો મળતો હોય છે. આ ટૂર્નામેન્ટ મોટા ભાગે લૉ-સ્કોરિંગ પણ રહી છે. આખી સ્પર્ધામાં માત્ર બે મૅચમાં 150-પ્લસનું ટોટલ જોવા મળ્યું છે.

આ એશિયા કપમાં દીપ્તિ શર્મા અને અથાપથ્થુ, બન્નેએ 11-11 વિકેટ લીધી છે. બીજી તરફ, ભારતની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ ટી-20 એશિયા કપના ઇતિહાસમાં કુલ 633 રન બનાવ્યા છે જે હાઇએસ્ટ છે અને અથાપથ્થુ 628 રન સાથે બીજા નંબરે છે.