ભારત અને જર્મની વચ્ચે લગભગ 9 અબજ અમેરિકી ડોલરનો સોદો આવતા કેટલાક સપ્તાહમાં સાઇન થવાનો છે. જેમાં જર્મનીની થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ (ટીકેએમએસ) થી 6 ડીઝલ-ઇલેસ્ક્ટ્રિક સબમરીન ખરીદવામાં આવશે. આ સબમરીન મુંબઇના મઝગાંવ ડોકમાં ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે બનાવાશે.
આ ભારતનનો અત્યાર સુધીનો સૌથી મોટો હથિયાર સોદો હશે. જો કે ફ્રાંસથી 114 રાફેલ જેટ્સનો 34 અબજ ડોલરનો સંભિવિત સોદો આનાથી પણ મોટો હોઇ શકે છે. પ્રોજેક્ટ 75આઇ નામથી આ સોદો 20 વર્ષથી વધુ સમયથી પાઇપલાઇનમાં હતો. ટીકીએમએસે રશિયા, દક્ષિણ કોરિયા, ફ્રાંસ, અને સ્પેનની કંપનીઓને પાછળ રાખીને કિંમત અને ટેક્નોલોજી ટ્રાન્સફર મામલે સારી ઓફર આપી.
ભારતીય નેવીની પારંપરિક સબમરીન ફ્લીટની સ્થિતિક ચિંતાજનક છે. મોટાભાગની એસએસકે સબમરીન 25 વર્ષથી વધુ જુની થઇ ગઇ છે. 1999માં શરૂ થયેલી 30 વર્ષની સબમરીન નિર્માણ યોજનામાં 24 પારંપરિક સબમરીનનું લક્ષ્ય હતું. પરંતુ હવે ફક્ત 6 જ મળી છે.
ભારતે અરિહંત ક્લાસની પરમાણુ સબમરીન જાતે બનાવી લીધી છે. પરંતુ પારંપરિક સબમરીનની ડિઝાઇનમાં અનુભવની કમીના કારણે તે કેટલાક દેશો પર નિર્ભર છે. પરીણામે એક 3000 ટનની પારંપરીક સબમરીની કિંમત સ્વદેશી 7000 ટનની પરમાણુ સબમરીન જેટલી થઇ જાય છે.
ક્ષમતા અને ટેકનીકના ફાયદા
ટીકીએમએસ ટાઇપ-214 ડિઝાઇનનું મોટું વર્ઝન ભારતીય નેવીને આપશે. જેમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલ આધારીત ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (એઆઇપી) સિસ્ટમ હશે. જે પાણીની અંદર રહેવાની ક્ષમતા બેગણી કરી દેશે. આ સબમરીન દુશ્મનના જહાજો અને વેપારી જહાજો પર ટોરપીડો તેમજ એન્ટી શિપ મિસાઇલથી હુમલો કરી શકશે. હિંદ મહાસાગરમાં એરિયા-ડિનાયલ મિશન ચલાવી શકશે. લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલથી કિનારાના ઠેકાણા પર સટીક હુમલો કરી શકશે.
નેવીને 1980ના દશકમાં ખરીદવામાં આવેલી એચડીડબલ્યૂ ( હવે ટીકેએમએસ) ટાઇપ 209 સબમરીનનો સારો અનુભવ રહ્યો છે, જે હજુ સેવામાં છે. પહેલા જહાજની ડિલીવરી સાત વર્ષ બાદ એટલે કે 2030ના દશકની શરુઆતમાં મળવાની આશા છે. વધુ 3 સબમરીન ખરીદવાનો વિકલ્પ પણ સોદામાં છે.