નવી દિલ્હીઃ યુદ્ધની અસર વિશ્વના અનેક દેશોમાં થઈ છે. ખાસ કરીને ઈંધણના ભાવમાં ભારે વધારો નોંધાયો છે. ભારતમાં પણ તેની અસર જોવા મળી જ છે. આ યુદ્ધની અસર ખાતરો પર પણ પડી શકે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વિશ્વામાં ખાતરનું સૌથી મોટું ઉપભોક્તા ભારત છે, પરંતુ તેમાં વિદેશમાંથી સૌથી વધુ આયાત કરવી પડે છે. એટલે પહેલા આઈલ, પછી એલપીજી ગેસ અને હવે ખાતર પર યુદ્ધની અસર થવાના વર્તારા છે.
યુદ્ધની ભારતના ખાતર પુરવઠા સીધી અસર થશે
છેલ્લા ઘણાં સમયથી ભારત ખાતરની આયાતોમાં વધારો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં જો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ તણાવ વધુ વધશે તો તેની સીધી અસર ભારતના ખાતર પુરવઠા અને કિંમતો પર પડી શકે છે. ચિંતાની વાત એ છે કે, ઈરાને હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ કરી દીધો છે. તો તેની સીધી અસર ખાતરના પુરવઠા પર થવાની છે.
અત્યાર સુધીમાં 9.8 મિલિયન ટન તૈયાર ખાતરની આયાત
ભારતે ગત વર્ષે ખાતરની આયાતમાં 41 ટકાનો વધારો કર્યો હતો. ફેબ્રુઆરી 2026 સુધીમાં ભારતે આશરે 9.8 મિલિયન ટન તૈયાર ખાતર આયાત કરી હતી, જેમાં 94 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ખેતી માટે ખાતર મુખ્ય જરૂરિયાત બની ગઈ છે, તેવામાં હવે જો મધ્યપૂર્વના ખાડી દેશમાં યુદ્ધની અસર તેના પર થઈ તો ભારતને મોટું નુકસાન થવાનું છે. ભારત યુરિયા ખાતની ખરીદી મુખ્યત્વ ઓમાન, સાઉદી અરબ અને કતારમાંથી કરે છે. જ્યાં અત્યારે યુદ્ધનો માહોલ સર્જાયેલો છે.
શિપિંગ ખર્ચ વધ્યો તો ખાતરના ભાવમાં વધારો થશે
ચિંતાની વાત એ છે કે, જો ખાતરની આયાત માટે હોર્મુઝની જગ્યાએ બીજો રૂપ પસંદ કરવામાં આવે તો શિપિંગ ખર્ચ વધી જાય છે. જો કે, શિપિંગ ખર્ચ વધ્યો તો તેની અસર તૈયાર ડીએપી અને યુરિયા ખાતરના ભાવ પર થવાની છે. એટલે કે, સીધો માર ખેડૂતો પર પડવાનો છે. ભારતમાં દર વર્ષે ખાતરની આયાતમાં વધારો જ કરવામાં આવે છે. ગત વર્ષ કરતા આ વર્ષે 76 ટકા વધુ આયાત કરવામાં આવી છે.
ખાતરની આયાત માટે વિકલ્પ શોધવાની જરૂર પડશે
ભારતમાં આત્મનિર્ભર બનવા માટે યુરિયા ખાતરનું દેશમાં જ ઉત્પાદન કરે છે. પરંતુ એનપીકે અને ડીએપી જેવા ખાતર માટે હજી આપણે વિદેશ પર નિર્ભર છીએ. જેમાં પણ ઓમાન, સાઉદી અરબ અને કતારમાંથી ખરીદી કરવી પડતી હોવાના કારણે ભારતની ચિંતા વધી શકે છે.
યુદ્ધ ચાલુ રહ્યું તો આપણે આ દેશો પાસેથી ખાતરની આયાત કરી શકીશું નહીં. જેથી આપણે તેમાં અવેજી શોધવાની જરૂર છે તેવું પણ વિશેષજ્ઞો માની રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ભારત હવે ઇન્ડોનેશિયા, બેલારુસ, મોરોક્કો અને રશિયા જેવા દેશો સાથે વેપાર વધારવાનું વિચારી રહ્યું છે. વાર્ષિક આંકડાની વાત કરવામાં આવે તો ભારત ખાતરની આયાત પાછળ હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે.