અમેરિકાએ ઇરાન સાથે જોડાયેલા પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ કારોબાર તથા ખરીદ નેટવર્કમાં કથિત ભૂમિકાને લઇને ભારતની ચાર કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યા છે. એમેરિકી વિદેશ વિભાગ અનુસાર આ કાર્યવાહી ઇરાનની સૈન્ય ગતિવિધિઓ, ખરીદ નેટવર્ક અને પેટ્રોલિયયમ-પેટ્રોકેમિકલ કારોબારને નિશાના બનાવનારા ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્ટ હેઠળ કરવામાં આવી છે.
અમેરિકી વિદેશી વિભાગે જે ભારતીય કંપનીઓનું નામ લીધું છે, તેમાં પોર્ટઇઝ પાર્ટનર્સ એલએલપી, સદાશિવા ઓવરસીઝ લિમિટેડ, પીપી સોફ્ટટેક પ્રાઇવેટ લિમિટેડ અને પ્રકૃતીઝ ઇન્ફ્રા ઇમ્પેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામેલ છે. અમેરિકાએ આ કંપનીઓ પર ઇરાની મૂળના પેટ્રોલિયમ કે પેટ્રોકેમિકલ ઉત્પાદનોના કારોબારમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.
પોર્ટઇઝ પાર્ટનર્સ પર શું લગાવ્યો આરોપ?
અમેરિકી વિદેશ વિભાગનો દાવો છે કે પોર્ટઇઝ પાર્ટનર્સ એલએલપીએ ઇરાનથી ભારતમાં ઘણી ખેપોમાં પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાતમાં મદદ કરી. વિભાગે તેના બે નામિત ભાગીદારો તરીકે ભારતીય નાગરિક ઇંદ્રિસ્મિયા અશરફમિયા શેખ અને હરીશ રામચંદ્ર રંગીનો પણ ઉલ્લેખ કર્યો છે.
સદાશિવા ઓવરસીઝ પર કેટલા કારોબારનો આરોપ?
અમેરિકાના જણાવ્યા અનુસાર, સદાશિવા ઓવરસીઝ લિમિટેડે ફેબ્રુઆરી 2024થી જૂન 2025ની વચ્ચે ઘણી કંપનીઓથી અંદાજે 6.9 કરોડ ડોલરના મૂલ્યની ઇરાની મૂળના પેટ્રોલિયમ ઉત્પાદ આયાત કર્યા. તેમાં અમેરિકી પ્રતિબંધોના વ્યાપમાં આવી ચુકેલી કંપની બોનઝોર કોમોડિટી એફઝેડઇ પણ સામેલ બતાવવામાં આવી છે.
પીપી સોફ્ટટેક પર શું કહ્યું અમેરિકાએ?
અમેરિકી વિદેશ વિભાગે પીપી સોફ્ટટેક પ્રાઇવેટ લિમિટેડ પર પણ ઇરાની મૂળના પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત નો આરોપ લગાવ્યો છે. વિભાગના અનુસાર કંપનીએ જાન્યુઆરી 2024 થી જૂન 2025ની વચ્ચે 2.5 કરોડ ડોલરની કિંમતના આવા ઉત્પાદનો આયાત કરવામાં આવ્યા. કંપનીના નિર્દેશક તરીકે ભારતીય નાગરિક પ્રશાંત ગર્ગનું નામ પણ જારી કરેલા વિવિરણમાં સામેલ છે.