Fri Aug 14 2026

Logo

ઈરાન યુદ્ધ ખતમ થવાના એંધાણ: મોદીના માફ્ક ટ્રમ્પ આવતીકાલે દેશને સંબોધશે

Washington DC   2026-04-01 10:34:00
Author: Mayur Patel
Article Image

 વોશિંગ્ટન ડીસીઃ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોટી જાહેરાત કરતી વખતે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જેમાં પ્રથમ વખત નોટબંધી અને બીજી વખત લૉકડાઉનની જાહેરાત કરી હતી. ઓપરેશન સિંદૂર વખતે પણ તેમણે સંબોધન કર્યું હતું.  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જેમ આવતીકાલે દેશનો સંબોધન કરશે. ભારતીય સમય મુજબ 2 એપ્રિલે સવારે રાષ્ટ્રને સંબોધન કરશે. તેઓ ઈરાન યુદ્ધ ખતમ કરવાની મોટી જાહેરાત કરી શકે છે. ટ્રમ્પ વારંવાર અમેરિકાએ ટાર્ગેટ હાંસલ કરી લીધો છે તેમ કહેતા આવ્યા છે, તેથી આ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે  મિડલ ઈસ્ટમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધ અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જેવા અમેરિકી દળો આ વિસ્તારમાંથી હટશે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પોતાની મેળે ફરીથી ખુલી જશે. તેમણે કહ્યું,  અમે હવે ત્યાં વધુ સમય નહીં રહીએ. અમે અત્યારે તેમને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરી રહ્યા છીએ, આ તેમનો સંપૂર્ણ સફાયો છે.
 

ટ્રમ્પે આગળ ઉમેર્યું કે, આપણને ત્યાં વધુ સમય રહેવાની જરૂર નહીં પડે, જોકે તેમના હુમલાઓને રોકવાની બાબતમાં આપણે હજી વધુ કામ કરવાનું છે. તેમની પાસે હુમલો કરવાની જે કંઈ પણ ક્ષમતા બચી છે, તેને ખતમ કરવાની છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલી જશે

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખે કહ્યું, ખેર, મને લાગે છે કે  સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પોતાની મેળે ખુલી જશે, પરંતુ મારો દ્રષ્ટિકોણ એ છે કે મેં તે દેશને સંપૂર્ણપણે બરબાદ કરી દીધો છે. તેમની પાસે હવે કોઈ તાકાત બચી નથી.