Thu Jun 18 2026

Logo

દોસ્ત બનવા ગયેલા પાકિસ્તાનને અમેરિકાએ આતંકીઓનો ગઢ ગણાવ્યો: USના રિપોર્ટથી ખળભળાટ

washington dc   2026-03-30 22:26:55
Author: Vimal Prajapati
Article Image

ન્યૂ યોર્કઃ પાકિસ્તાનની વિશ્વભરમાં પોતાના ખરાબ છાપ માટે જાણીતું છે. અનેક દેશો દ્વારા પાકિસ્તાનને ફટકાર લગાવવામાં આવી છે.તેવામાં હવે અમેરિકન સંસદ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં પાકિસ્તાનને આતંકવાદનો ગઢ કહેવામાં આવ્યું છે. અમેરિકન કોંગ્રેસના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અધિકારીઓએ પાકિસ્તાનને અનેક સશસ્ત્ર આતંકવાદી જૂથોના ઓપરેશનલ હબ તરીકે ઓળખાવ્યું છે. મીડિયા અહેવાલો પ્રમાણે અમેરિકન સંસદ દ્વારા આ રિપોર્ટ 25 માર્ચે જાહેર કરવામાં આવ્યો હતો. 

1980ના દશકથી પાકિસ્તાનમાં આતંકીઓ રહે છે

આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં કેટલાક આંતકી સંગઠનો 1980ના દશકથી જ વસી રહ્યાં છે. આ આતંકી સંગઠનોએ વિશ્માં શાંતિને ડહોળવાનો પ્રયત્ન કર્યો છે. આમાંથી 12 આતંકવાદી જૂથોને યુએસ કાયદા હેઠળ 'વિદેશી આતંકવાદી સંગઠનો' (FTO) તરીકે જાહેર કરવામાં આવ્યા છે, અને આમાંથી મોટાભાગના જૂથો ઇસ્લામિક કટ્ટરવાદી વિચારધારા સાથે જોડાયેલા હોવાાનું પણ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. 

ભારતની તરફેણમાં છે અમેરિકન કોંગ્રેસનો રિપોર્ટ

જે સંગઠનોને અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી જાહેર કરવામાં આવ્યાં છે તેમાંથી મોટાભાગના આતંકી સંગઠનો હજી પણ પાકિસ્તાનની ધરતી પર સક્રિય છે. અમેરિકી રિપોર્ટ પ્રમાણે ભારત અને કાશ્મીર પર ધ્યાન કેન્દ્રિત કરતું આતંકવાદી સંગઠન 'લશ્કર-એ-તૈયબા' (LeT) 1980 ના દાયકાના અંતમાં પાકિસ્તાનમાં રચાયું હતું અને 2001 માં તેને FTO જાહેર કરવામાં આવ્યું હતું. આ સંગઠન હજી પણ પાકિસ્તાનમાં સક્રિય છે. 

Reuters

રિપોર્ટમાં લશ્કર-એ-તૈયબા સહિત અનેક આતંકી સંગઠનોનો ઉલ્લેખ

મહત્વની વાત એ છે કે, લશ્કર-એ-તૈયબા પાકિસ્તાનના પંજાબ પ્રાત અને પીઓકેમાં સક્રિય હતું. પરંતુ તેના પર પ્રતિબંધો લાગવાનું શરૂ થયું એટલે લશ્કર-એ-તૈયબાએ પોતાનું નામ બદલીને જમાત-ઉદ-દાવા રાખી લીધું હતું. આ જ આતંકી સંગઠન દ્વારા 2008માં મુંબઈમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આવા આતંકી સંગઠનોને પાકિસ્તાન પનાહ આપી રહ્યું છે. 

પાકિસ્તાનને આતંકીઓને પનાહ આપતો દેશ ગણાવ્યો

અમેરિકી રિપોર્ટામાં એક બીજા નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આતંકી મસૂદ અજહરે જૈશ-એ-મોહમ્મદની સ્થાપના 2000માં કરવામાં આવી હતી. તેને પણ 2001માં FTO જાહેર કરવામાં આવ્યું હતું. જૈશ-એ-મોહમ્મદ સાથે અન્ય આતંકવાદી જૂથો જેવા કે  હરકત-ઉલ-જીહાદ-અલ-ઇસ્લામી (HUJI), હરકત-ઉલ-મુજાહિદ્દીન (HUM), અને હિઝબુલ મુજાહિદ્દીન (HM) - પણ પાકિસ્તાનથી તેમના કાર્યો કરે છે. એટલા માટે જ પાકિસ્તાનને આતંકીઓને પનાહ આપતો દેશ કહેવામાં આવી રહ્યો છે. 

AI Generated Images
 

અમેરિકન કોંગ્રેસ રિપોર્ટે પાકિસ્તાનની પોલ ખોલી

અમેરિકન કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે ભારતનો પક્ષ વધારે મજબૂત થયો છે. ભારત દ્વારા વારંવાર આ આતંકી સંગઠનોનો વિરોધ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં એક એવું પણ આતંકી સંગઠન છે જે પાકિસ્તાન સેનામાંથી અલગ થઈને બન્યું જે પોતાને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ કહે છે. પહલગામમાં આતંકી હુમલો થયો તે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા જ કરવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને વૈશ્વિક આતંકી સંગઠન જાહેર કરવામાં આવેલું છે. હવે અમેરિકન સંસદના રિપોર્ટમાં પણ ફરી તે વાત દોહરાવવામાં આવી છે. મૂળ વાત છે કે, આ રિપોર્ટના કારણે પાકિસ્તાન ફરી વિશ્વ સમક્ષ ઉઘાડું પડી ગયું છે.