Wed Jul 29 2026

Logo

વિપક્ષી નેતાઓ વિના બજેટ સત્ર: ઉદ્ધવે મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, સ્પીકરને મળ્યા...

2026-03-17 05:34:00
Author: Vipul Vaidya
Article Image

Shiv Sena (UBT) chief Uddhav Thackeray Speaker Rahul Narvekar


મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં અનેક વખત મુદ્દો ઉઠાવવા છતાં વિપક્ષી નેતાઓની નિમણૂક ન થવા પર નિરાશા વ્યક્ત કરી હતી. 
તેઓ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મળ્યા હતા અને યોગ્ય કાર્યવાહીની વિનંતી કરી હતી. 

નવી સરકાર સત્તામાં આવી ત્યારથી (2024 ની વિધાનસભા ચૂંટણી પછી) બંને ગૃહોમાં હજુ પણ કોઈ વિપક્ષી નેતા નથી. હું તેમને (નર્વેકર) યાદ કરાવવા અને યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરવા અહીં આવ્યો છું. દર વર્ષે હું આ મુદ્દો ઉઠાવી રહ્યો છું, ઠાકરેએ વિધાનભવનમાં નાર્વેકરને મળ્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે તેમણે સ્પીકરને વિપક્ષી નેતાની નિમણૂક ઝડપી બનાવવા વિનંતી કરી હતી. ‘આ પદ એક મહત્વપૂર્ણ લોકશાહી પદ્ધતિ માટે આવશ્યક છે જેનો હેતુ સરકારની જવાબદારી સુનિશ્ર્ચિત કરવાનો છે,’ એમ તેમણે જણાવ્યું હતું. પ્રથમ વખત, વિધાનસભાનું ચાલુ બજેટ સત્ર વિધાનસભા અને પરિષદ બંનેમાં વિપક્ષી નેતા વિના કાર્યરત છે.

વિપક્ષ મહા વિકાસ આઘાડી (એમવીએ)એ જણાવ્યું હતું કે સત્તાધારી ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ પાસે પ્રચંડ બહુમતી છે ત્યારે વિપક્ષી નેતાની ગેરહાજરી સંસ્થાકીય નિયંત્રણો અને સંતુલનને નબળી પાડે છે.

2024ની વિધાનસભા ચૂંટણીઓથી વિધાનસભામાં ખાલી જગ્યા યથાવત છે, જેમાં કોઈ પણ વિપક્ષી પક્ષ વિપક્ષી નેતાને માન્યતા આપવા માટે જરૂરી પરંપરાગત 10 ટકા સંખ્યાને પાર કરી શક્યો નથી.કોંગ્રેસના વિજય વડેટ્ટીવાર અને શિવસેના (યુબીટી)ના અંબાદાસ દાનવે અનુક્રમે વિધાનસભા અને પરિષદમાં છેલ્લા વિપક્ષી નેતા હતા.