કોલકાતા: પશ્ચિમ બંગાળમાં કારમી હાર બાદ મમતા બેનર્જીની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં તેમની પાર્ટી ટીએમસીમાં આંતરિક બળવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ટીએમસી છોડનારા 19 સાંસદોની એક યાદી પ્રકાશમાં આવી છે. જેમાં શત્રુઘ્ન સિંહા અને યુસુફ પઠાણ જેવા અગ્રણી નામો પણ છે. આ સાંસદોએ અલગ સંસદીય જૂથ બનાવવા માટે ના સમર્થનમાં સહી કરી છે. જેના પગલે પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયું છે. જોકે, આ સંદર્ભે પક્ષ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ટીએમસી માટે એક મોટો રાજકીય આંચકો
આ યાદી પ્રકાશમાં આવતા પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે. આ ટીએમસી માટે એક મોટો રાજકીય આંચકો માનવામાં આવી રહ્યો છે. તેમજ હાલમાં બધાની નજર ટીએમસીની પ્રતિક્રિયા પર છે.
આ યાદીમાં સામેલ સાંસદોના નામ
- શત્રુઘ્ન સિંહા (આસનસોલ)
- યુસુફ પઠાણ (બહેરામપુર)
- સાયોની ઘોષ (જાદવપુર)
- કાકોલી ઘોષ (બારસત)
- જગદીશચંદ્ર બસુનિયા (કૂચ બિહાર)
- ખલીલુર રહેમાન (જાંગીપુર)
- અબુ તાહિર ખાન (મુર્શિદાબાદ)
- પાર્થ ભૌમિક (બેરકપુર)
- બાપી હલદર (મથુરાપુર)
- માલા રોય (કોલકાતા દક્ષિણ)
- મિતાલી બેગ (આરામબાગ)
- દીપક અધિકારી (ખાતલ)
- કાલીપદા સોરેન (ઝારગ્રામ)
- જૂન માળિયા (મેદિનીપુર)
- અરૂપ ચક્રવર્તી (બાંકુરા)
- ડો.શર્મિલા સરકાર (બર્ધમાન પૂર્વા)
- અસિતકુમાર માલ (બોલપુર)
- સતાબ્દી રોય (બીરભૂમ)
- રચના બેનરજી (હુગલી)
મમતા બેનર્જીને પક્ષને કોંગ્રેસમાં વિલીન કરવાની ઓફર કરી
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીમાંથી એક પછી એક નેતા રાજીનામાં આપી રહ્યા છે. જેના પગલે ટીએમસીના અસ્તિત્વ પર પણ સંકટ ઉભું થયું છે. જેમાં 20 સાંસદોએ પાર્ટીમાંથી રાજીનામાં આપી દીધા છે. જ્યારે 80 માંથી 58 ધારાસભ્યોએ એક નવું જુથ બનાવી લીધું છે. તેવા સમયે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને તેમના પક્ષને કોંગ્રેસમાં વિલીન કરવાની ઓફર કરી છે.