Sat Jun 13 2026

Logo

થાણેમાં પાણીકાપનું સંકંટ: પાલિકાની નાગરિકોને પાણી સંભાળીને વાપરવાની અપીલ

2026-05-20 08:47:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: સંભવિત ‘સુપર અલ નિનો’ની અસર હેઠળ ચોમાસું નબળું જવાની શકયતા વચ્ચે પીવાના પાણીનું સંકટ નિર્માણ થઈ શકે છે. તેથી થાણે પાલિકા દ્વારા શહેરમાં તબક્કાવાર અઠવાડિયામાં ૨૪ કલાક માટે પાણીકાપથી લઈને વાહનો ધોવા સહિતના અનેક પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યા છે. તેમ જ નાગરિકોને પણ પાણીનો જનતપૂર્વક વાપરવાની અપીલ કરવામાં આવી છે.

ચોમાસું નબળું જવાની શકયતાથી પાણીની અછત, ગરમીના વધતા પ્રમાણ જેવી આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા માટે થાણે પાલિકા પ્રશાસન દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, જેમાં મંગળવારે થાણે પાલિકા કમિશનરે પાણીપુરવઠા વિભાગ સહિતના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજીને  બંધમાં ઉપલબ્ધ રહેલા પાણીના જથ્થા, વધતા તાપમાન અને ઓછા વરસાદને કારણે શહેરમાં પાણીપુરવઠાને થનારી અસર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પાણીની અછતને ધ્યાનમાં રાખીને  પાણીનું ગળતર અને પાણીની ચોરી અટકાવવાથી લઈને પાણીકાપ વગેરે ઉપાયોને અમલમાં મૂકવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

હાઉસિંગ સોસાયટીઓમાં ફ્લશિંગ, વાહનો ધોવા માટે પીવાના પાણીનો ઉપયોગ થાય તેના પર  તેમ જ શહેરના સર્વિસ સેન્ટર અને ગેરેજમાં પણ પ્રેશર પંપથી ગાડીઓ ધોવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં આવા પ્રકાર જણાઈ આવે તો તેમની સામે આકરા પગલા લેવાની સૂચના આપવામાં આવી છે. બગીચા, ડિવાઈડર પરના ઝાડ, સાર્વજનિક શૌચલાયો માટે પ્રક્રિયા કરેલા પાણીનો ઉપયોગ કરવાનો રહેશે. 

ગુરુવારે થાણેમાં ૨૪ કલાક પાણી પુરવઠો બંધ 
મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રયિલ  ડેવલપમેન્ટ કૉપોરેશનના પાણીપુરવઠા યોજના અંતર્ગત જાંભૂળ વોટરફિલ્ટરેન કેન્દ્રના જળાશય અને બારવી બંધમાંમાં તરફથી કરવામાં આવતા પાણીપુરવઠામાં શટડાઉન કરવામાં આવવાનું હોવાથી થાણેના અમુક વિસ્તારમાં પાણી બંધ રહેશે. ગુરવાર બપોરના ૧૨ વાગ્યાથી શુક્રવાર બપોરના ૧૨ વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રહેશે.