તિરુવલ્લુર : તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં એક ખાનગી સી-ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં એમોનિયા ગેસ લીકેજ થયો હતો. જેમાં આ ગેસ લીકેજની કામદારોમાં મોટા પાયે અસર થઇ હતી. તેમજ તેની અસરના લીધે સાત મહિલાના મૃત્યુ થયા છે અને 67 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સાત મહિલાઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું
આ દુર્ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, તિરુવલ્લુર જિલ્લામાં પેરિયાપલયમ નજીક મંજનકરણાઈમાં એક ખાનગી સીફૂડ ફેક્ટરીમાં એમોનિયા લીકેજ બાદ ફેક્ટરીમાં કામદારોની તબિયત લથડવા લાગી હતી. તેમજ અસરગ્રસ્ત કામદારોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાં એમોનિયા ગેસ લીકેજથી પ્રભાવિત સાત મહિલાઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.તેમજ 67 કામદારોને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Tiruvallur Ammonia Leak LATEST
— Abhijit Pathak (@aajtakabhijit) June 21, 2026
Cm Vijay has formed 3 member Committee to investigate the incident and submit report in 3 days. Interim report in 24 hrs.
Two workers have died while several others are critical after an ammonia gas leak at a seafood processing unit in Tamil… pic.twitter.com/hwnaXMlqhz
24 કલાકમાં વચગાળાનો અહેવાલ આપવા તાકીદ
આ અંગે સીએમ થલાપતિ વિજ્યે સમગ્ર ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવી છે. તેમજ ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરવામાં તાકીદ કરી હતી. તેમજ 24 કલાકમાં વચગાળાનો અહેવાલ આપવા પણ જણાવ્યું છે.
ગંભીર દર્દીઓને ચેન્નાઈની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા
તિરુવલ્લુર જિલ્લા કલેક્ટર એસ. કવિતાએ જણાવ્યું હતું કે, વેલ્સ હોસ્પિટલમાં 46 લોકો અને વેંકટેશ્વર હોસ્પિટલમાં 21 લોકો સારવાર હેઠળ છે. નવ સૌથી ગંભીર દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઈની સરકારી સ્ટેનલી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડીસી કવિતાએ ફેક્ટરીની મુલાકાત લીધી હતી અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. ફેક્ટરીમાં કંટ્રોલ વાલ નિષ્ફળ જતાં અને નિકાસ એકમમાં સંભવિત સલામતી બેદરકારીની તપાસ કરવા માટે ઔપચારિક તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.