મુંબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચૅરમૅન જય શાહે બુધવારે જણાવ્યું હતું કે હાલમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપમાં બ્રૉડકાસ્ટિંગને લગતા તમામ વિક્રમો તૂટ્યા છે જેમાં ખાસ કરીને ભારતમાં આ વખતની ટૂર્નામેન્ટમાં વ્યૂઅરશિપની સંખ્યા 500 મિલિયન (50 કરોડ) સુધી પહોંચી છે જે આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં હાઇએસ્ટ-એવર છે.
આ ટૂર્નામેન્ટ આરંભના ઘણા દિવસ પહેલાંથી ચર્ચામાં રહી હતી અને ટૂર્નામેન્ટ શરૂ થતાં જ કરોડો દર્શકોનું ધ્યાન તમામ 20 ટીમના સંખ્યાબંધ ખેલાડીઓના પર્ફોર્મન્સ પર હતું. ખાસ કરીને બાંગ્લાદેશ, પાકિસ્તાનના મુદ્દે આ ટૂર્નામેન્ટ ઘણા અઠવાડિયાઓથી ચર્ચાસ્પદ હતી.
આ વખતના વર્લ્ડ કપમાં હાઈ-પ્રોફાઇલ મૅચો તેમ જ ડિજિટલ વ્યૂઅરશિપ (Viewership)ની બાબતમાં આઇસીસી (ICC)એ અગાઉથી જે યોજનાઓ ઘડી હતી, ધ્યેય નક્કી કર્યા હતા એ બધુ હાંસલ થયું છે. હજી તો પૂર્ણ સેમિ ફાઇનલ રાઉન્ડ તેમ જ ફાઇનલ બાકી છે એટલે દર્શકોની સંખ્યા ઘણી વધશે. ઉલ્લેખનીય છે કે 2025ની વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફીની ટીવી વ્યૂઅરશિપની સંખ્યા 12 કરોડ હતી અને વૉચ-ટાઇમ 250 અબજ મિનિટનો હતો.
🚨 TEAM WISE VIEWERSHIP OF T20 WC 2026 📷 #T20WorldCup2026 #T20WC #Cricket #IndiaCricket #JioHotstar #Viewership" pic.twitter.com/mbzi22gdZ3
— Cricket Update (@sportshourly) February 22, 2026
આ વખતના વર્લ્ડ કપના સમીકરણથી તેમ જ વર્લ્ડ કપનો ખેલકૂદ જગત પર જે પ્રભાવ પડ્યો છે એનાથી બેહદ ખુશ જય શાહે (Jay Shah) `એક્સ' પર લખ્યું છે, `ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ વ્યૂઅરશિપ અપાવવાની મહેચ્છા સાથે આઇસીસી ટી-20 વર્લ્ડ કપ 2026નો જે આરંભ થયો હતો એ મહેચ્છા પરિપૂર્ણ થઈ છે. હું ગર્વ અનુભવું છું કે ભારતમાં આ ઇવેન્ટની વ્યૂઅરશિપ 50 કરોડને પાર થઈ ગઈ છે. ટી-20 ફૉર્મેટના વર્લ્ડ કપના ઇતિહાસમાં આ આંકડો સૌથી મોટો છે.'