Thu Jun 18 2026

Logo

T20 World Cup Final: ભારત રચશે ઇતિહાસ કે ન્યૂઝીલેન્ડ મારશે બાજી? સટ્ટા બજારમાં આ ટીમ છે હોટ ફેવરિટ!

2026-03-08 15:55:00
Author: Savan Zalariya
Article Image

 

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026નું ચેમ્પિયન કોણ હશે તેનો ફેંસલો આજે થઇ જશે, ભારતીય ટીમ ન્યુઝીલેન્ડને હરાવી સતત બીજી વાર ટાઈટલ જીતવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે, ત્યારે ન્યુઝીલેન્ડની નજર તેના પહેલા T20 ચેમ્પિયન ટાઈટલ પર છે. ત્યારે સટ્ટા બજાર પણ ગરમ છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું કે આ સટ્ટા બજારની જાળ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ફેલાયેલી છે. આજની ફાઇનલ મેચ માટે અબજો રૂપિયાનો સટ્ટો લગાવવામાં આવ્યો છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે રાજસ્થાનના એક જાણીતા સટ્ટા બજારમાં આની ફાઈનલ મેચ જીતવા ન્યુઝીલેન્ડ ભારત કરતા વધુ ફેવરીટ છે.

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો આ સટ્ટા બજારમાં 100 રૂપિયાના રેટ પર દાવ લગાવવામાં આવી રહ્યો છે. ભારતીય ટીમની જીત માટે દાવ લગાવનારાઓને 120 થી 125 રૂપિયા મળવાની શક્યતા છે, જ્યારે ન્યુઝીલેન્ડની જીત પર દાવ લગાવનારાને 130 થી 135 રૂપિયા મળી શકે.


આ ખેલાડી પર સૌથી વધુ દાવ લાગ્યો:
અહેવાલ મુજબ આ સટ્ટા બજારમાં 55 ટકા લોકોએ ભારત પર દાવ લગાવ્યો છે, જ્યારે 45 ટકા લોકોએ ન્યુઝીલેન્ડ પર દાવ લગાવ્યો છે. ટીમની જીત કે હારની શક્યતાઓ ઉપરાંત કુલ રન, ટોસ, પાવરપ્લેમાં સ્કોર અને ખેલાડીઓના પ્રદર્શન પર પણ સટ્ટો લગાવવામાં આવી રહ્યો છે.

સટ્ટા બજારમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર મોટા દાવ લગાવવામાં આવ્યા છે, બુકીઓને આશા છે કે તે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી શકે છે. વિકેટકીપર સંજુ સેમસન અને ઇશાન કિશન પાસેથી પણ મોટી ઇનિંગની આશા છે.