Thu Jun 18 2026

Logo

T20 વર્લ્ડ કપ ફાઇનલ: વિજેતા ટીમ પર થશે કરોડોનો વરસાદ, જાણો કઈ ટીમને કેટલું ઇનામ મળશે

2026-03-08 16:27:13
Author: Savan Zalaria
Article Image

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ મેચ આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આજ સુધી, કોઈ પણ ટીમ સતત બે T20 વર્લ્ડ કપ જીતી શકી નથી, જ્યારે ભારત આજની મેચ જીતીને ઈતિહાસ રચવાનો પ્રયાસ કરશે. ત્યારે ન્યુઝીલેન્ડ તેનું પહેલું T20 વર્લ્ડ કપ ટાઈટલ જીતવા પ્રયાસ કરશે. આજે કોઈ પણ ટીમ મેચ જીતે પણ બંને ટીમને ઇનામ પેટે મોટી રકમ મળશે.

અહેવાલ મુજબ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ T20 વર્લ્ડ કપ 2026 માટે કુલ $13.5 મિલિયન એટલે કે ₹120 કરોડથી વધુની ઇનામી રકમ ફાળવી છે, આ રકમ T20 વર્લ્ડ કપ 2024 કરતા લગભગ 20% વધુ છે. મોટા બ્રોડકાસ્ટીંગ સોદા અને સ્પોન્સરશિપને કારણે ICC એ કુલ ઇનામી રકમ વધારો કર્યો છે.

ફાઈનલ મેચ જીતીને ચેમ્પિયન રહેનારી ટીમને $3 મિલિયન એટલે કે ₹27.48 કરોડ રૂપિયા મળશે, જ્યારે રનર-અપ ટીમને $1.6 મિલિયન, એટલે કે ₹14.65 કરોડ મળશે. 

સેમિફાઇનલમાં હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થયેલી દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડની ટીમોને $790,000 એટલે કે ₹7.24 કરોડ મળશે.

સુપર-8 સ્ટેજમાંથી બહાર થયેલી ટીમોને $380,00 એટલે કે ₹3.48 કરોડની રકમ મળશે.

ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયેલી ટીમોને પણ $250,000 એટલે કે આશરે ₹2.29 કરોડ મળશે, આમ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમને ઇનામની રકમ મળશે જ.