Thu Apr 30 2026

Logo

દુનિયાનો એક એવો દેશ જ્યાં કોઈ ગરીબ નથી! સરકાર આપે છે બેરોજગારી ભથ્થું અને ઘરનું ભાડું...

Switzerland   2026-02-23 15:57:00
Author: Darshana Visaria
Article Image

જો તમને કોઈ કહે કે દુનિયામાં એક દેશ એવો પણ છે કે જ્યાં તમે ઈચ્છો તો પણ ગરીબ ના રહી શકો? સરકાર ખુદ તમારી ઝોલી ભરીને તમને ધનવાન બનાવી દે છે તો માનવામાં આવે ખરું? એકાદ ક્ષણ માટે અશક્ય લાગતી બાબત હકીકત છે. આજે આપણે આ સ્ટોરીમાં આ દેશ વિશે જ જાણવાનું પ્રયાસ કરીશું, ચાલો જોઈએ કયો છે આ દેશ કે જ્યાં કોઈ પણ વ્યક્તિ ગરીબ ના રહી શકે... 

દુનિયાના લગભગ દરેક દેશમાં ગરીબ અને અમીર વચ્ચે મોટો તફાવત જોવા મળે છે, પરંતુ યુરોપનો એક દેશ એવો છે જ્યાં ગરીબી લગભગ નહિવત્ છે. અમે અહીં જે દેશની વાત કરી રહ્યા છીએ એ છે એ દેશ એટલે કુદરતી સૌંદર્ય અને પહાડોથી ઘેરાયેલું સ્વિટ્ઝર્લેન્ડ. અહીંની મજબૂત અર્થવ્યવસ્થા અને ઉચ્ચ જીવન ધોરણ તેને વિશ્વના અન્ય દેશોથી અલગ પાડે છે.

મળતી માહિતી અનુસાર સ્વિટ્ઝર્લેન્ડમાં ઓછી આવક ધરાવતા લોકો હોઈ શકે છે, પરંતુ કોઈ વ્યક્તિ ભૂખે મરે એવી સ્થિતિ સર્જાતી નથી. આ પાછળના કારણની વાત કરીએ તો આ પાછળનું મુખ્ય કારણ અહીંની સામાજિક સુરક્ષા વ્યવસ્થા છે. સરકાર જરૂરિયાતમંદ લોકોને આર્થિક સહાય અને ભથ્થાં આપીને તેમનું જીવન સન્માનજનક બનાવે છે.

સરકારની મુખ્ય સુવિધાઓ
બેરોજગારી ભથ્થું: જો કોઈ વ્યક્તિની નોકરી છૂટી જાય, તો સરકાર તેને તેના છેલ્લા પગારના 70થી 80 ટકા રકમ ભથ્થા તરીકે આપે છે. આ સાથે જ નવી નોકરી માટે તાલીમ અને કૌશલ્ય વિકાસના કાર્યક્રમો પણ ચલાવવામાં આવે છે.

રહેઠાણની સુવિધા: સ્વિસ સરકાર અને સ્થાનિક તંત્ર સસ્તા દરે ભાડે મકાનો પૂરા પાડે છે. મધ્યમ અને ઓછી આવક ધરાવતા લોકો માટે હાઉસિંગ કો-ઓપરેટિવ અને સબસિડી જેવી યોજનાઓ કાર્યરત છે.

સ્વાસ્થ્ય સેવાઓ: દરેક નાગરિક માટે હેલ્થ ઇન્સ્યોરન્સ ફરજિયાત છે. સરકાર જરૂરિયાતમંદોને પ્રીમિયમમાં સબસિડી આપે છે, જેથી ઉત્તમ સારવાર દરેક માટે સુલભ બને છે.

ઊંચો પગાર: સ્વિટ્ઝર્લેન્ડ વિશ્વમાં સૌથી વધુ સરેરાશ પગાર ધરાવતા દેશોમાંનો એક છે. ભલે ત્યાં લઘુત્તમ વેતનનો કોઈ ચોક્કસ આંકડો નથી, પરંતુ મોટાભાગના ક્ષેત્રોમાં વેતન એટલું ઊંચું છે કે લોકો સુખેથી જીવી શકે છે.

ખુશહાલ દેશોમાં ટોચ પર છે સ્વિટ્ઝર્લેન્ડ
બેટર ઇન્કમ, સુરક્ષિત વાતાવરણ, ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ અને સંતુલિત જીવનશૈલીને કારણે સ્વિટ્ઝર્લેન્ડ વર્ષોથી વિશ્વના સૌથી ખુશહાલ દેશો ની યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે. અહીંની સરકાર પોતાના નાગરિકોની પાયાની જરૂરિયાતોની દરકાર રાખે છે, જે તેને એક 'ગરીબી મુક્ત' રાષ્ટ્ર બનાવવામાં મદદ કરે છે.

વધુ જુઓ...