મુંબઈઃ 'ફિલ્મ ઝિંદગી ના મિલેગી દોબારા' જેને પસંદ આવી હોય એ લોકો માટે હવે ગૂડ ન્યૂઝ આવ્યા છે. આ જ ફિલ્મનો બીજોભાગ તૈયાર થઈ રહ્યો છે. મેકર્સે આ અંગે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. 15 વર્ષ બાદ ફિલ્મ કમબેક કરી રહી છે. આ એક સિક્વલ ફિલ્મ હોવાનું જાણવા મળ્યું છે. રીતિક રોશન, અભય દેઓલ અને ફરહાન અખ્તરન જેવા બિગ સ્ટારની ફિલ્મ યુવાવર્ગને ખૂબ જ ગમી હતી. ઝોયા અખ્તરના ડાયરેક્શનમાં તૈયાર થયેલી ફિલ્મના ગીત પણ સુપરહિત થયા હતા. ખાસ કરીને રીતિકના ફેન્સ માટે આ ફિલ્મ દમદાર સાબિત થઈ હતી. ફિલ્મની વાર્તા પણ એટલી જ સરસ લખાઈ હતી અને વિષય પણ એટલો જ સારો રહ્યો હતો. પ્રવાસના શોખીન લોકોને આ ફિલ્મના લોકેશન પણ ખૂબ ગમ્યા હતા. ખાસ કરીને ટોમેટોનિયા ફેસ્ટિવલ.
મેકર્સે આપી લીલીઝંડી
આ ફિલ્મની સિક્વલ તૈયાર થાય એવું ઘણા ફેન્સ ઈચ્છતા હતા. હવે ફાઈનલી આ ફિલ્મના બીજાભાગ માટેનું એનાઉસમેન્ટ થઈ ચૂક્યું છે. બોક્સઓફિસ ઉપર પણ આ ફિલ્મ ખૂબ સારી એવી કમાણી કરી ગઈ હતી. ઝોયા અખ્તરે આ ફિલ્મના બીજાભાગ માટેના કેટલાક અસાઈમેન્ટ પર સહી કરી લીધી છે. હાલમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને કેટલાક રીસર્ચ પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મની સ્ટોરી આજના સમયના યુથને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહી છે. પાત્રો પણ એ જ હિસાબથી તૈયાર કરવામાં આવશે. આ એક યુથને કેન્દ્રમાં રાખીને તૈયાર થનારી ફિલ્મ હોવાનું હાલ તો કહેવાઈ રહ્યું છે. આ અંગે જ્યારે ઝોયાને એક ખાસ મુલાકાતમાં પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, હાલમાં આ ફિલ્મને લઈને તૈયારીઓ ચાલી રહી છે. ક્યારે ખતમ થશે અને ક્યારે આખો પ્રોજેક્ટ ખતમ થશે એ અંગે ખાસ કંઈ કહી શકાય એમ નથી.અમે એ જ મુકામ પર પહોંચ્યા છીએ જેમાં એ જ પાત્રોને ફરી મળવાનો ચાન્સ મળી રહેશે. એ જ પાત્રો ફરી ભેગા થશે અને સ્ટોરી આગળ વધશે.

સ્ટોરી આવી હોવી જોઈએ
પણ સ્ટોરી એવી હોવી જોઈએ જે આજના સમયને અને યુથ એમ બન્નેને ક્નેક્ટ કરી શકે. આ ફિલ્મ વર્ષ 2011માં રિલીઝ થઈ હતી. ત્રણ મિત્રોની સ્પેઈન ટ્રિપ અને ત્યાં સંબંધોમાં જે ફેરફાર થાય છે એના પર આખી સ્ટોરી રહેલી છે. ફિલ્મમાં કેટરિના કૈફ, કલ્કી અને નસીરૂદ્દિન શાહ પણ મુખ્ય ભૂમિકામાં હતા. રિલીઝ થયાના 15 વર્ષ બાદ આ ફિલ્મ હજુ એક વર્ગ માટે ખૂબ ખાસ છે અને ફરીવાર જો ફિલ્મ તૈયાર થશે તો એ પણ ખાસ બની રહેશે. વર્ષ 2025માં રીતિક અને ફરહાન એક એડમાં સાથે જોવા મળ્યા હતા એ સમયે પણ ચર્ચા શરૂ થઈ હતી કે, આ ફિલ્મનો બીજોભાગ આવી રહ્યો છે. ફાઈનલી હવે મેકર્સે આ અંગે વાત નક્કી કરી દેતા ફેન્સ ખૂબ જ એક્ઝાઈટેડ છે. ઘણા ફેન્સ એવું કહી રહ્યા છે કે, પહેલા ટિઝર આપી દો એટલે સ્ટોરી અંગે થોડો ખ્યાલ આવે.
સોશિયલ મીડિયા પર ચર્ચા
આ જાહેરાત સામે આવતા સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે, હાલમાં લીડ સ્ટારકાસ્ટે કોઈ વાત પર પોતાની સહમતી વ્યક્ત કરી નથી. માત્ર મેકર્સ તરફથી જ વાત આવી છે. બની શકે છે કે, વાર્તામાં ફેરફાર હોય અને બીજા પાત્રને પણ સ્ક્રિન પર લાવવાના હોય. સિક્વલ બનશે તો જોવું એ રસપ્રદ રહેશે કે, 15 વર્ષ બાદ ત્રણેયના ફેસ કેવા છે અને સ્ક્રિન પર ત્રણેયની કેમેસ્ટ્રી કેવી રહેશે. આ વિષય પર સોશિયલ મીડિયા પર ચર્ચા એવી થઈ રહી છે કે, સિકવલમાં શું નવું હશે અને ક્યા નવા પાત્રની એન્ટ્રી થશે.