Sat Sep 05 2026

Logo

સુરતમાં 13 વર્ષના છોકરાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો, કારણ જાણીને આઘાત લાગી જશે

2026-09-02 09:51:00
Author: Mayur Patel
સુરતમાં 13 વર્ષના છોકરાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો, કારણ જાણીને આઘાત લાગી જશે

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં 13 વર્ષના છોકરાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. માતાએ બહેન સાથે મસ્તી કરવા મુદ્દે ઠપકો આપતાં તથા સમયસર જમવા બાબતે ટકોર કરતાં આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું.

શું છે સમગ્ર બનાવ

સુરતમાં13 વર્ષના છોકરાએ માતાના દુપટ્ટાથી ગળેફાંસો ખાઈ આપઘાત  કરતાં ચકચાર મચી ગઈ હતી. ભાઈ-બહેન મસ્તી કરતા હોવાથી માતાએ ઠપકો આપ્યો હતો. જેનાથી માઠું લાગતા 13 વર્ષના છોકરાએ પોતાના ઘરની બહાર સીડીની ગ્રીલ પર લટકીને જીવન ટૂંકાવ્યું હતું. પુત્રના આ અંતિમ પગલાથી સમગ્ર પરિવારમાં શોકમગ્ન થઈ ગયો હતો.

શહેરના રાંદેર વિસ્તારની ભુવનેશ્વરી સોસાયટીના મકાન નંબર નવમાં બનેલી આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. આ મકાન નરેશભાઈ પટેલે ભાડેથી રાખ્યું હતું અને તેઓ પત્ની, પુત્ર અને પુત્રીનું ટેમ્પો ચલાવીને ગુજરાન ચલાવતા હતા. જ્યારે તેમનો 13 વર્ષનો પુત્ર  મોરાભાગળની સ્વામિનારાયણ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હતો. બે દિવસ પહેલા સાંજે છોકરો અને તેની બહેન ઘરમાં મજાક-મસ્તી કરતા હતા. જેના કારણે માતાએ બંનેને ઠપકો આપ્યો હતો.

પુત્ર અને પુત્રીને ઠપકો આપ્યા બાદ માતા પોતાના પાનકાર્ડ-આધારકાર્ડના કામના કારણે ઘરની બહાર ગઈ હતી. મોટી બહેન સોસાયટીમાં રમી રહી હતી, ત્યારે આ તકનો લાભ ઉઠાવીને ઠપકાથી માટે લાગ્યુ હોવાથી પુત્રએ ઘરની બહાર સીડીની ગ્રીલમાં માતાન દુપટ્ટાથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 15-20 મિનિટમાં જ માત પોતાનું કામ પતાવીને ઘરે પરત ફરી હતી. ઘરે આવીને જોયું તો સીડીની ગ્રીલ પર પોતાનો પુત્ર લટકતો હતો. આ દ્રશ્ય જોઈને માતા સ્તબ્ધ થઈ ગઈ હતી.

પુત્રને આ હાલતમાં જોઈ ભાંગી પડી હતી અને આક્રંદ કરવા લાગી હતી. જે બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને હૉસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આ કરુણ ઘટનાથી સમગ્ર સોસાયટીમાં ગમગીની છવાઈ ગઈ હતી.