હૈદરાબાદઃ ટીમ ઈન્ડિયાના ટવેન્ટી-20ના આક્રમક બેટર અભિષેક શર્માને આ વખતની આઈપીએલમાં કદાચ મોટી જવાબદારી મળી શકે છે. આઈપએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ-2026)ની આગામી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો કેપ્ટનને મુદ્દે મહત્ત્વનો નિર્ણય લઈ શકે છે. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ભારતીય ટીમના 'ધુરંધર' ઓપનર અભિષેક શર્માને બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંગે વાતચીત ચાલી રહી છે.
સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સની ગેરહાજરીને કારણે ટીમનું સુકાન અભિષેક શર્માના હાથમાં રહેશે. ટીમના મેનેજમેન્ટ વતી જણાવવામાં આવ્યું છે કે પેટ કમિન્સ જ્યાં સુધી ગેરહાજર રહેશે, ત્યાં સુધી ટીમની કમાન અભિષેક શર્માના હાથમાં રહી શકે છે. હાલમાં પેટ કમિન્સ અત્યારે ઈજાગ્રસ્ત છે, જે ટવેન્ટી20 વર્લ્ડ કપમાં રમી શક્યો નહોતો, પરંતુ પાછા આવ્યા પછી સુકાનીપદ સંભાળશે.
પેટ કમિન્સ લાંબા સમયગાળાથી પીઠની ઈજાથી પીડાય છે. 2025માં એશિઝ વખતે ગંભીર ઈજા પહોંચી હતી, ત્યારપછી ટવેન્ટી20 વર્લ્ડકપમાં પણ રમી સક્યો નહોતો તેમ જ એશિઝ સિરીઝની ત્રણ ટેસ્ટમાં રમી શક્યો નહોતો. પેટ કમિન્સને જ્યાં સુધી મેડિકલ ક્લિયરન્સ મળે નહીં ત્યાં સુધી મેદાનમાં ઉતરશે નહીં. એવું માનવામાં આવે છે કે 28મી માર્ચથી શરુ થઈ રહેલી આઈપીએલની શરુઆતની મેચમાં રમશે નહીં, ત્યાં સુધી અભિષેક શર્માને કેપ્ટનપદ સોંપી શકાય છે.
કેમ સોંપી શકાય મોટી જવાબદારી
25 વર્ષના અભિષેક શર્માને કેપ્ટન બનાવવા પાછળનું પ્રદર્શન જવાબદાર છે. ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં તેનું આક્રમક પ્રદર્શન કારણભૂત છે. આઈપીએલ અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ તેનો અનુભવ સારો છે, જેથી ટીમને સારી રીતે લીડ કરી શકે છે. અભિષેક શર્માની આઈપીએલની મેચમાં અત્યાર સુધીમાં 77 મેચ રમ્યો છે, જેમાં 27.10ના એવરેજથી 1,816 રન બનાવ્યા છે. અભિષેક શર્માનો સ્ટ્રાઈક રેટ 160થી વધુ રહ્યો છે. તેને એક સદી અને નવ હાફ સેન્ચુરી પણ ફટકારી છે.
અભિષેક શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ ટવેન્ટી-20 નંબર વન બેટર છે. અત્યાર સુધીમાં 45 ઈનિંગમાં 33.44ની એવરેજથી 1,438 રન ફટકાર્યા છે, જેમાં બે સેન્ચુરીનો સમાવેશ થાય છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અભિષેકનો સ્ટ્રાઈક રેટ પણ ખતરનાક રહ્યો છે, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 190થી વધુ રહ્યો છે. હવે જોવાનું રહેશે કે આઈપીએલમાં તેનું કેવું પ્રદર્શન રહેશે.