Tue Apr 21 2026

Logo

સાઉથ આફ્રિકા અને ન્યૂ ઝીલૅન્ડ બુધવારે પહેલી વાર ટી-20 વર્લ્ડ કપના નૉકઆઉટમાં સામસામે...

2026-03-03 22:39:50
Author: Ajay Motiwala
Article Image

કોલકાતાઃ ટી-20 વર્લ્ડ કપમાં અત્યારે કૅપ્ટનોમાં સાઉથ આફ્રિકા (South Africa)ના એઇડન માર્કરમ અને ન્યૂ ઝીલૅન્ડ (New Zealand)ના મિચલ સૅન્ટનરના ખૂબ વખાણ થઈ રહ્યા છે અને બુધવારે (સાંજે 7.00 વાગ્યાથી) આ જ બે સુકાની એકમેકથી ચડિયાતા પુરવાર કરવા કોલકાતામાં ઈડન ગાર્ડન્સના મેદાન પર સેમિ ફાઇનલ રમવા ઊતરશે. સૌથી મોટી નવાઈ તો એ વાતની છે કે આ બે દેશ ટી-20 વર્લ્ડ કપના 19 વર્ષના ઇતિહાસમાં ક્યારેય નૉકઆઉટ રાઉન્ડમાં સામસામે નથી આવ્યા, પણ બુધવારે આવશે.

બીજું, ટી-20 વર્લ્ડ કપમાં બન્ને દેશ વચ્ચે જે પાંચ મૅચ રમાઈ છે એ પાંચેપાંચ સાઉથ આફ્રિકાએ જીતી છે. બીજી રીતે કહીએ તો ટી-20 વિશ્વ કપમાં સાઉથ આફ્રિકા ક્યારેય કિવીઓ સામે નથી હાર્યું, પણ બુધવારે શું થશે?

સાઉથ આફ્રિકા અપરાજિત રહીને સેમિ ફાઇનલમાં પહોંચ્યું છે, જ્યારે ન્યૂ ઝીલૅન્ડે લીગ રાઉન્ડમાં અને સુપર-એઇટમાં એક-એક પરાજય જોવો પડ્યો હતો. લીગમાં ન્યૂ ઝીલૅન્ડનો એકમાત્ર પરાજય અમદાવાદમાં માર્કરમની ટીમ સામે (સાત વિકેટે) જ થયો હતો અને માર્કો યેનસેન (40 રનમાં ચાર વિકેટ) એમાં મૅચ-વિનર હતો. ખુદ માર્કરમે અણનમ 86 રન કરીને વિજયમાં મોટું યોગદાન આપ્યું હતું. આ બધુ જોતાં, બુધવારે સાઉથ આફ્રિકા જીતવા માટે ફેવરિટ છે.

બન્ને દેશની સંભવિત ઇલેવનઃ

સાઉથ આફ્રિકાઃ એઇડન માર્કરમ (કૅપ્ટન), ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), રાયન રિકલ્ટન, ડેવાલ્ડ બે્રવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટેન સ્ટબ્સ, માર્કો યેનસેન, કૉર્બિન બૉશ્ચ, કૅગિસો રબાડા, કેશવ મહારાજ, લુન્ગી ઍન્ગિડી.

ન્યૂ ઝીલૅન્ડઃ મિચલ સૅન્ટનર (કૅપ્ટન), ટિમ સિફર્ટ (વિકેટકીપર), ફિન ઍલન, રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચૅપમૅન, ડેરિલ મિચલ, કોલ મૅકૉન્કી/જૅકબ ડફી, જિમી નીશૅમ, મૅટ હેન્રી, લૉકી ફર્ગ્યુસન.