Thu Jun 18 2026

Logo

શું તમારી સેલરીમાંથી પણ PF કપાય છે? તો જાણી લો EPFOના આ મહત્ત્વના ફેરફાર, 8.25% વ્યાજની સાથે હવે...

2026-06-18 18:36:40
Author: Darshana Visaria
Article Image

જો તમે પણ નોકરીયાત વર્ગમાંથી આવો છો અને દર મહિને તમારી સેલરીમાંથી પીએફ પીએફ ડિડક્ટ થાય છે, તો તમારા માટે કેન્દ્ર સરકાર તરફથી ખૂબ જ મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈપીએફઓએ નાણાકીય વર્ષ માટે તેના કરોડો સબ્સ્ક્રાઇબર્સના ખાતામાં વ્યાજ જમા કરાવવાની પ્રક્રિયા અને પૈસા ઉપાડવાના નિયમોને લઈને મોટી અપડેટ આપી છે.

મળતી માહિતી સમાચાર અનુસાર, આ વખતે પીએફ ખાતાધારકોને 8.25% ના દરે વ્યાજ મળવા જઈ રહ્યું છે. આ વ્યાજ દર પીએફ સબ્સ્ક્રાઇબર્સ માટે એક મોટી નાણાકીય બચત સમાન સાબિત થશે. છે ને એકદમ મોજ પડી જાય એવા સમાચાર... 

યુપીઆઈ દ્વારા થઈ શકશે પીએફ વિથડ્રોઅલ!
નવા ડિજિટલ યુગ સાથે કદમથી કદમ મિલાવતા ઈપીએફઓએ પોતાના સબ્સ્ક્રાઇબર્સ માટે એક ક્રાંતિકારી સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. પીએફ ખાતામાંથી વ્યાજ અથવા એડવાન્સ પૈસા ઉપાડવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે યુપીઆઈ આધારિત વિથડ્રોઅલ સિસ્ટમની અપડેટ્સ બહાર પાડવામાં આવી છે.

આ નવી સિસ્ટમ લાગુ થવાને કારણે સબ્સ્ક્રાઇબર્સે પોતાના જ પૈસા ઉપાડવા માટે હવે દિવસો સુધી લાંબી રાહ નહીં જોવી પડે. ઓનલાઈન ક્લેમ સબમિટ થયા બાદ યુપીઆઈના માધ્યમથી ટ્રાન્ઝેક્શન પ્રોસેસ વધુ ફાસ્ટ બનશે અને નાણાં સીધા જ લિંક થયેલા બેંક ખાતામાં જમા થઈ જશે.

ક્યારે જમા થશે વ્યાજના પૈસા?
સરકાર દ્વારા વ્યાજ દરની મંજૂરી મળ્યા બાદ, હવે ઈપીએફઓ દ્વારા સબ્સ્ક્રાઇબર્સના ખાતામાં વ્યાજની રકમ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી દેવામાં આવી છે. નોકરીયાત વર્ગના કર્મચારીઓ ટૂંક સમયમાં જ તેમના ઓફિશિયલ ઈપીએફઓ પોર્ટલ, ઉમંગ એપ કે પછી માત્ર એક મિસ્ડ કોલ દ્વારા પોતાના ખાતાનું બેલેન્સ ચેક કરી શકશે.

આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરજો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકે. આવી જ બીજી કામની માહિતી અને સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...