Thu Aug 20 2026

Logo

સ્મૃતિ મંધાનાએ લૉર્ડસના ઐતિહાસિક મેદાન પર મેળવી આ વિરલ સિધ્ધિ

London   2026-07-10 18:12:08
Author: Ajay Motiwala
Article Image

લંડનઃ લૉર્ડ્સના ઐતિહાસિક મેદાન પર દોઢસો વર્ષમાં પહેલી જ વખત મહિલા ટેસ્ટ (Test) મૅચ રમાઈ રહી છે અને એમાં ભારતીય ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ મહત્ત્વની સિદ્ધિ મેળવી છે.

ઇંગ્લૅન્ડ સામે લૉર્ડ્સ (Lords)ની સૌપ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસે પહેલા દાવમાં ભારતે પચીસ ઓવરમાં ત્રણ વિકેટે 122 રન બનાવ્યા જેમાં ઓપનર સ્મૃતિ મંધાનાના 56 રન હતા.

તે ક્રિકેટના મક્કા ગણાતા આ મેદાન પર ટેસ્ટની હાફ સેન્ચુરી કરનાર પ્રથમ મહિલા ખેલાડી બની છે.

1884માં પહેલી વાર પુરુષોની ટેસ્ટ લૉર્ડ્સમાં રમાઈ હતી અને એમાં ઇંગ્લૅન્ડ સામે ઑસ્ટ્રેલિયાના જ્યોર્જ ગિફેન (63 રન) હાફ સેન્ચુરી ફટકારનાર પ્રથમ બૅટ્સમૅન બન્યા હતા.