તેલંગાણાના સૂર્યાપેટ જિલ્લામાં દ્વારાકુંટાની પાસે કોડાડ મંડલમા બુધવારે સવારે એક ભીષણ રોડ અકસ્માત થયો. હૈદરાબાદથી એલુરુ જઇ રહેલી એક ખાનગી ટ્રાવેલ બસ પાછળથી પાછળથી લોખંડના સળિયાથી ભરેલા કન્ટેનરમાં ઘુસી ગઇ. દુર્ઘટના એટલી ભયાનક હતી કે કેન્ટેનરમાં રહેલા લોખંડના સળિયા બસને ચીરીને અંદર ઘુસી ગયા.
દુર્ઘટનામાં 6 લોકોના મોત થઇ ગયા, જ્યારે 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક આસપાસની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. ટક્કર બાદ બસ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ અને અનેક યાત્રી તેની અંદર ફસાઇ ગયા.
બસમાં ફસાયેલા યાત્રીઓની ચીસાચીસ સાંભળીને સ્થળ પર નાસભાગ મચી ગઇ. સૂચના મળતા જ પોલીસ અને બચાવ દળ સ્થળ પર પહોંચ્યા અને રાહત તેમજ બચાવ અભિયાન શરુ કર્યું. પોલીસે લગભગ એક કલાકથી વધુ સમય સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું. ઘણી મહેનત બાદ બસમાં ફસાયેલા અને ઘાયલ યાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા.
ગંભીર રીતે ઘાયલ યાત્રીઓને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. દુર્ઘટના બાદ હૈદરાબાદ-વિજયવાડા નેશનલ હાઇવે પર ટ્રાફિક પ્રભાવિત થયો અને રોડ પર લાંબો જામ લાગી ગયો. પોલીસે દુર્ઘટના ગ્રસ્ત વાહનોને હટાવવા અને ટ્રાફિકને સામાન્ય કરવાન કાર્યવાહી શરુ કરી. દુર્ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક જાણકારી અનુસાર બસ કન્ટેન્ટરમાં પાછળથી ટકરાઇ ત્યારબાદ લોખંડના સળિયા બસમાં ઘુસી જવાથી દુર્ઘટના વધારે ભયાનક થઇ ગઇ.
બસમા સવાર હતા 42 યાત્રી
પ્રારંભિક જાણકારી અનુસાર બસમાં કુલ 42 યાત્રી સવાર હતા. બસ હૈદરાબાદથી વિજયવાડા જઇ રહી હતી. આ દુર્ઘટના દુર્ગાપુરમ સ્ટેજ પાસે થઇ. મૃતકોના શબને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરી મોકલી દેવામાં આવ્યા અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.