Sat May 02 2026

Logo

ભાંડુપમાં સ્લેબ તૂટી પડતાં સિનિયર સિટિઝનનું મૃત્યુ

2026-04-11 18:03:41
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ભાંડુપ પશ્ચિમમાં તુલસીપાડા વિસ્તારમાં શનિવારે સવારના ગ્રાઉન્ડ પ્લસ એક માળના મકાનના પહેલા માળાનો સ્લેબ તૂટી પડતાં ૭૫  વર્ષના સિનિયર સિટીઝનનું મૃત્યુ થયું હોવાની દુર્ઘટના બની હતી.ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ભાંડુપમાં તુલસીપાડા વિસ્તારમાં પત્તકર કમ્પાઉન્ડમાં ગ્રાઉન્ડ પ્લસ એક એવું બેઠા માળનું મકાન છે. શનિવારે સવારના લગભગ  ૯.૪૫ વાગ્યાની આસપાસ પહેલા માળનો સ્લેબ તૂટી પડયો હતો, જેમાં ૭૫ વર્ષના સુસાઈ દેવદાસ દબાઈ ગયા હતા.ઘટના સ્થળે ફાયરબ્રિગેડે પહોંચીને રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં સિનિયર સિટિઝનને બહાર કાઢીને તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે તે અગાઉ જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.