Fri May 15 2026

Logo

સંજય રાઉતના ઘરની બહાર મોટો હોબાળો, શિવસૈનિકોને કસ્ટડીમાં લેવાયા

2026-05-15 17:45:16
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટથી ફરી એકવાર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. સંજય રાઉતે તમામ ભારતીયોને લક્ષ્ય બનાવીને પોસ્ટમાં વ્લાદિમીર લેનિનનું એક વાક્ય પોસ્ટ કર્યું છે, જેમાં લખ્યું હતું કે ‘હાલમાં, ભારતીય યુવાનો ખૂબ જ ગેરમાર્ગે દોરાયેલા અને ધીમા (મંદ) થઈ ગયા છે. શિંદે સેના અને ભાજપે આના પર ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું છે. આ નિવેદનનો વિરોધ કરવા માટે, શિંદે સેના દ્વારા ભાંડુપમાં સંજય રાઉતના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મોટો હોબાળો થયો હોવાનું જાણવા મળ્યું હતું. 

સંજય રાઉતે સોશિયલ મીડિયા પર એક વાક્ય પોસ્ટ કર્યું છે અને વ્લાદિમીર લેનિનનો ફોટો શેર કર્યો છે. જો તમે કોઈ રાષ્ટ્રનો નાશ કરવા માંગતા હો, તો તે દેશના યુવાનોની વિચારશક્તિનો નાશ કરો. (હાલમાં, ભારતીય યુવાનો ખૂબ જ ગેરમાર્ગે દોરાયેલા અને ધીમા (મંદ) થઈ ગયા છે, જય શ્રી રામ) સંજય રાઉતે આ પોસ્ટ કર્યા પછી રાજકારણ ગરમાયું છે. આ પોસ્ટનો વિરોધ કરવા માટે શિંદે સેના દ્વારા સંજય રાઉતના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

શિવસેનાએ સંજય રાઉતના નિવાસસ્થાન તરફ કૂચ કર્યા પછી, પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. ઝપાઝપી જોવા મળી. ઉપરાંત, કાર્યકરો દ્વારા રાઉતના ફોટા પર કાળો રંગ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાજ સુર્વેના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ધરણા કરવામાં આવ્યા. આ દરમિયાન, કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે કાર્યકરોની અટકાયત કરી અને વિસ્તારમાં તણાવ ઓછો થયો. સંજય રાઉતના નિવાસસ્થાનની બહાર હાલમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

ભાજપના પ્રવક્તાએ સંજય રાઉતના વાક્યની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. ભાજપના પ્રવક્તા નવનાથ બને કહ્યું હતું કે, સંજય રાઉત, તમે લેનિનના દાખલા આપતી વખતે એટલા મૂંઝાઈ ગયા છો કે તમે ભૂલી ગયા છો કે ભારતીય યુવાનો શું કરી રહ્યા છે. એ જ યુવાનો જેમને તમે ‘મંદ’ કહો છો તેઓ આજે સ્ટાર્ટઅપ્સ સેટ કરી રહ્યા છે, ચંદ્ર પર મિશન મોકલી રહ્યા છે, દેશ ચલાવી રહ્યા છે,

હકીકતમાં, યુવાનોની વિચારશક્તિ સમાપ્ત થઈ નથી, તેઓએ ‘રોજ સવારે નિરાશા વેચતી રાજનીતિ’ને અવગણવાનું શરૂ કર્યું છે. અને હા... જો તમે કહી રહ્યા છો કે ‘જય શ્રી રામ’ લખવાને કારણે યુવાનો ભટકી ગયા, તો ભારતમાં હજારો વર્ષોથી રામનો જાપ ચાલી રહ્યો છે. પરંતુ તમે હજી પણ ખોવાઈ ગયા છો કારણ કે તમે હજુ પણ ભારતને મોસ્કોના પડછાયામાં જુઓ છો.

બીજી તરફ ભાજપના મહિલા પ્રદેશાધ્યક્ષ ચિત્રા વાઘે અત્યંત આક્રમક ભાષામાં રાઉતની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે ‘શિલ્લક (બચી-કુચેલી) સેનાના મંદ શિલેદાર (સૈનિક) લેનિનના ચશ્મામાંથી જોશે તો તેને રાષ્ટ્રભક્ત યુવાનો ભટકી ગયેલા જ લાગશે, પરંતુ ભારતીય યુવાનો મંદ નથી તેઓ દુનિયામાં સૌથી મોટા સ્ટાર્ટઅપ્સ, ટેકનોલોજી, સંરક્ષણ અને અવકાશ ક્રાંતીનું નેતૃત્વ કરી રહ્યા છે.