Fri May 01 2026

Logo

કુલદીપ પછી રિંકુસિંહ લગ્ન કરશે, પણ ક્યારે જાણો લેટેસ્ટ અપડેટ

2026-03-18 19:18:46
Author: Mumbai Samachar Team
Article Image

લખનઉઃ ક્રિકેટ લોબીમાં ખેલાડીઓના લગ્નની સીઝન ચાલી રહી છે. કુલદીપ યાદવ બાદ હવે રિંકુસિંહના ઘરે શરણાઈ થોડી મોડી વાગશે. સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ પ્રિયા સરોજ અને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિંકુસિંહના લગ્ન હાલ પૂરતા અટક્યા છે. પ્રિયા પિતા ધારાસભ્ય તુફાની સરોજે જણાવ્યું હતું કે, રિંકુસિંહના પિતાનું નિધન થવાને કારણે લગ્નની હજુ સુધી કોઈ તારીખ નક્કી થઈ નથી. 

બન્ને પરિવાર વચ્ચે થશે વાતચીત

લગ્નને લઈના તારીખ ફાઈનલ ન હોવાથી હવે ટૂંક સમયમાં બન્નેના પરિવારજનો મળશે અને લગ્નની તારીખ નક્કી કરશે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ વર્ષ 2026માં તેઓ પરણી જશે. પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીનાં સાંસદ છે અને રિંકુસિંહના પત્ની છે. બન્નેના લગ્નની છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી. બન્નેના પરિવારજનોને લગ્નની કોઈ પ્રકારની ઉતાવળ નથી એવું પ્રિયા સરોજના પિતાએ કહ્યું હતું. થોડો સમય પસાર થયા બાદ બન્નેના પરિવારજનો બેસીને લગ્નની તારીખ પર ચર્ચા કરશે. રિંકુસિંહનો પરિવાર જ્યારે ઈચ્છે ત્યારે લગ્નની તારીખ નક્કી કરીને આપી શકે છે. 

લગ્નની પૂરી તૈયારી છે

અમારી તરફથી લગ્નની પૂરી તૈયારીઓ છે. બન્નેના પરિવારજનો આ સંબંધને ખૂબ જ ખુશખુશાલ છે. વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી બિહારમાં છે. એવામાં પ્રાયસ એવા રહેશે કે, વર્ષ 2026માં જ લગ્ન થઈ જાય, જેથી કરીને ચૂંટણી પહેલા સામાજિક પ્રસંગ પૂરો થઈ જાય. પરિવારજનો પણ શાંતિથી પ્રસંગને માણી શકે. 

બન્ને પરિવારની સહમતી અને સરળતા જોઈને જ તારીખ નક્કી કરવામાં આવશે. એવું પ્રિયાના પિતાએ સ્પષ્ટ કર્યું હતું. તા. 8 જુન 2025ના રિંકુસિંહની સગાઈ પ્રિયા સરોજ સાથે થઈ હતી. એ સમયે માનવામાં આવી રહ્યું હતું કે, એ જ વર્ષે એમના લગ્ન લેવાશે. 

t20 વર્લ્ડકપ પછી લગ્ન થશે

એવું પણ માનવામાં આવતું હતું કે, વર્લ્ડકપ ટુર્નામેન્ટ પૂરી થયા બાદ બન્નેના લગ્ન થશે. પણ રિંકુસિંહના પિતાનું અવસાન થતા હવે તારીખ મોડી નક્કી થાય એ માની શકાય છે. રિંકુસિંહના પિતાનું અવસાન એવા સમયે થયું જ્યારે તે ટીમ ઈન્ડિયા સાથે T20 વર્લ્ડકપમાં ટીમ સાથે હતો. 
પિતાના અવસાનના વાવડ મળતા જ તે અલીગઢ પહોંચ્યો હતો અને અંતિમવિધિમાં જોડાયો હતો.  એ પછી તરત જ તે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયો અને ગ્રાઉન્ડ ઉપર પણ જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની જતા રિંકુસિંહે એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી હતી, જે એમના પિતાને લઈને હતી.