ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફિનિશર રિંકુ સિંહ અને તેની મંગેતર પ્રિયા સરોજના લેટેસ્ટ ફોટોએ હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. વાત જાણે એમ છે કે ટીમ ઈન્ડિયાના ખેલાડી કુલદીપ યાદવ અને વંશિકાના લગ્નમાં પહોંચેલા રિંકુ સિંહ અને તેની વાગ્દત્તા પ્રિયા સરોજે પોતાની કેમેસ્ટ્રીથી લાઈમલાઈટ લૂંટી લીધી હતી. રિંકુ અને પ્રિયાના રોમેન્ટિક અંદાજે ચાહકોના દિલ જીતી લીધા છે. આ ફંક્શનમાં પ્રિયા સરોજનો લૂક સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. ચાલો જોઈએ શું ખાસ હતું પ્રિયાના લૂકમાં...
ટીમ ઈન્ડિયાના ચાઇનામેન તરીકે ઓળખાતા બોલર કુલદીપ યાદવના લગ્ન પ્રસંગે રિંકુ સિંહ તેની મંગેતર પ્રિયા સરોજ સાથે પહોંચ્યો હતો. આ દરમિયાન બંનેએ ગ્રીન અને ગોલ્ડન થીમ પર મેચિંગ આઉટફિટ્સ પહેર્યા હતા. કેમેરા સામે આ કપલે આપેલા રોમેન્ટિક પોઝ જોઈને ફેન્સ તેમને 'પરફેક્ટ કપલ' કહી રહ્યા છે.
વાત કરીએ રિંકુ સિંહની થનારી પત્ની અને સાંસર પ્રિયા સરોજના ખાસ લૂકની તો આ લગ્ન માટે પ્રિયા સરોજે સુંદર ગ્રીન કલરની બનારસી સાડી પસંદ પહેરી હતી, જેમાં તે રૂપ રૂપનો અંબાર લાગી રહી હતી. જોકે, સોશિયલ મીડિયા પર આ સાડીની ખાસિયત તેની કિંમત અને તેની પરનું ઝીણું નકશીકામ હાલમાં લોકોમાં ચર્ચાનું કારણ બની છે.
વાત કરીએ પ્રિયાએ પહેરેલી આ ક્લાસિક બનારસી સાડીની કિંમતની તો આ સાડીની કિંમત આશરે 18,999 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. સુંદર ડાર્ક ગ્રીન કલરની સાડી સાથે પ્રિયાએ એકદમ મિનિમલ જ્વેલરી અને ગ્લોસી મેકઅપ સાથે પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો. પ્રિયાનો આ લૂક તેને અત્યંત એલિગન્ટ અને રોયલ ટચ આપી રહ્યો હતો. જ્યારે ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર રિંકુ સિંહે પણ પોતાની થનારી પત્ની સાથે ટ્વિનિંગ કરતાં મેચિંગ શેરવાની પહેરી હતી અને કહેવાની જરૂર ખરી કે આ શેરવાનીમાં રિંકુ સિંહ એકદમ હેન્ડસમ દેખાઈ રહ્યો હતો.
રિંકુ સિંહે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કુલદીપ યાદવના લગ્નના ફોટો શેર કર્યા છે. રિંકુની આ પોસ્ટ જોત-જોતામાં જ વાઈરલ થઈ ગઈ હતી અને તેના પર હજારો લાઈક્સ અને કમેન્ટ આવી રહી છે. ફેન્સ રિંકુને તેની આગામી ઇનિંગ્સ (લગ્ન) માટે અત્યારથી જ શુભેચ્છાઓ આપી રહ્યા છે. તમે પણ આ વાઈરલ પોસ્ટ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો...