નવી દિલ્હી : રામ મંદિરમાં દાન ચોરી કેસની એસઆઈટી દ્વારા સતત તપાસ ચાલી રહી છે. આ દરમિયાન આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. જેમાં હવે સીપીઆઈએમ સાંસદ જોન બ્રિટાસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને રામમંદિર ટ્રસ્ટને આરટીઆઈના(RTI)દાયરા હેઠળ લાવવાની માંગ કરી છે.
પરિપત્ર દ્વારા ટ્રસ્ટનું ગઠન કરી જમીન સોંપી હતી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને સાંસદ જોન બ્રિટાસે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ટ્રુસ્ટને આરટીઆઈના દાયરામાં લાવવાથી પારદર્શિતા અને જવાબદારી વધશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવેમ્બર 2019 માં અયોધ્યા કેસમાં સુપ્રિમ કોર્ટનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા ટ્રસ્ટના સંચાલનની યોજના તૈયાર કરી હતી. તેની બાદ પરિપત્ર દ્વારા ટ્રસ્ટનું ગઠન કર્યું હતું અને જમીન સોંપી હતી. તેમજ ટ્રસ્ટના 15 સભ્યોમાંથી 12 સભ્યની પસંદગી કેન્દ્ર સરકારે કરી હતી.
આરટીઆઈ કાયદા હેઠળ જાહેર સત્તામંડળ માનવામાં નહોતું આવ્યું
જોન બ્રિટાસ 6 જૂન 2025 ના રોજ કેન્દ્રીય સૂચના આયોગના આદેશના હવાલો આપીને જણાવ્યું હતું કે ટ્રસ્ટને આરટીઆઈ કાયદા હેઠળ જાહેર સત્તામંડળ માનવામાં નહોતું આવ્યું. તેમજ આ નિર્ણય ગૃહ મંત્રાલયના વલણ પર આધારિત હતો. તેથી મંત્રાલયે આ અંગે પુન: વિચાર કરવાની જરૂરી છે. તેમણે દલીલ કરી કે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ટ્રસ્ટ સરકારી પરિપત્રના માધ્યમથી સ્થાપિત કરવામાં નથી આવ્યું.