Sat Sep 05 2026

Logo

રક્ષાબંધન નિમિત્તે બહેનોને મળશે સરકાર તરફથી 'ભેટ', જાણો તમારા રાજ્યની સરકાર શું આપી રહી છે?

2026-08-27 20:51:10
Author: Mumbai Samachar Team
રક્ષાબંધન નિમિત્તે બહેનોને મળશે સરકાર તરફથી 'ભેટ', જાણો તમારા રાજ્યની સરકાર શું આપી રહી છે?

Gemini ai image


રક્ષાબંધનના પાવન પર્વે દેશના અનેક રાજ્યોએ મહિલાઓ માટે ખાસ ભેટ જાહેર કરી છે. ક્યાંક બહેનોના ખાતામાં સીધી રકમ જમા થઈ રહી છે, તો ક્યાંક ભાઈના ઘરે જવા માટે સરકારી બસમાં મફત મુસાફરીની સુવિધા આપવામાં આવી છે. વિવિધ રાજ્યની સરકાર દ્વારા બહેનો-મહિલાઓ માટે વિવિધ યોજના મારફત પૈસા જમા કરવાની જાહેરાતો કરી છે, તેથી જાણીએ તમારા રાજ્યમાં બહેનો માટે શું છે ખાસ...

. દિલ્હી: ખાતામાં આવશે રૂ. 2500

દિલ્હીમાં દિલ્હી લક્ષ્મી યોજનાની પ્રથમ કિસ્ત હેઠળ પાત્ર મહિલાઓને રૂ. 2500ની સહાય મળશે. આ રકમ 1 સપ્ટેમ્બરથી DBT મારફતે ખાતામાં જમા થવાની છે.

. બિહાર: બે દિવસ બસ મુસાફરી ફ્રી

27 અને 28 ઓગસ્ટે બિહારમાં મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ રાજ્ય પરિવહનની બસોમાં મફત મુસાફરી કરી શકશે.

. ઉત્તર પ્રદેશ: બહેન સાથે એક વ્યક્તિ પણ ફ્રી

27થી 29 ઓગસ્ટ સુધી મહિલાઓને રોડવેઝ બસમાં મફત મુસાફરી મળશે. તેમની સાથે એક સહયોગી પણ મફતમાં મુસાફરી કરી શકશે. 60 વર્ષથી વધુ વયની પાત્ર મહિલાઓ માટે આજીવન મફત બસ મુસાફરીની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે.

. રાજસ્થાન: મહિલા કર્મચારીઓને રૂ. 1100

રક્ષાબંધન નિમિત્તે આંગણવાડી કાર્યકરો, સહાયકો અને સાથિનોને રૂ. 1100-1100ની આર્થિક સહાય આપવામાં આવી છે. રાજ્ય સરકારે કુલ રૂ. 14.65 કરોડની રકમ જાહેર કરી છે.

. મધ્ય પ્રદેશ: રૂ. 1750 સુધીની ભેટ

લાડલી બહના યોજનાની 39મી કિસ્ત હેઠળ મહિલાઓને રૂ. 1500ની નિયમિત સહાય સાથે રૂ. 250નું શગુન મળીને કુલ રૂ. 1750ની સહાય મળી રહી છે. ભોપાલમાં રક્ષાબંધનના દિવસે મહિલાઓ માટે સરકારી બસ મુસાફરી પણ મફત રહેશે.

. ઝારખંડ: બહેનોના ખાતામાં રૂ. 2500

મુખ્યમંત્રી મૈયાં સન્માન યોજનાની ઓગસ્ટ કિસ્ત તરીકે પાત્ર મહિલાઓના ખાતામાં DBT મારફતે રૂ. 2500 જમા કરવામાં આવ્યા છે.

. છત્તીસગઢ: રૂ. 1000ની રકમ

મહતારી વંદન યોજનાની 31માં હપ્તા હેઠળ પાત્ર મહિલાઓના બેંક ખાતામાં રૂ. 1000ની રકમ મોકલવામાં આવી રહી છે.

. હરિયાણા: બહેન અને બાળકોની મુસાફરી ફ્રી

27 ઓગસ્ટ બપોરથી 28 ઓગસ્ટની મધરાત સુધી મહિલાઓ સરકારી બસમાં મફત મુસાફરી કરી શકશે. તેમની સાથે 15 વર્ષ સુધીનાં બાળકોને પણ આ સુવિધાનો લાભ મળશે. આ સુવિધા દિલ્હી અને ચંદીગઢ સુધીની મુસાફરી માટે પણ માન્ય છે.

. પંજાબ: 1.37 લાખ મહિલાઓને રૂ. 52.20 કરોડ

પંજાબમાં 1.37 લાખ સત્કાર સખીઓને કુલ રૂ. 52.20 કરોડની સન્માન રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની મહિલા લાભાર્થીઓને રૂ. 1000 અને અનુસૂચિત જાતિની મહિલાઓને રૂ. 1500ની સહાય આપવામાં આવી રહી છે.

. ઉત્તરાખંડ: બે દિવસ મફત મુસાફરી
28 અને 29 ઓગસ્ટે ઉત્તરાખંડમાં મહિલાઓ રાજ્ય પરિવહન નિગમની બસોમાં મફત મુસાફરી કરી શકશે.

. હિમાચલ પ્રદેશ: રજા પણ, બસ મુસાફરી પણ ફ્રી
હિમાચલ પ્રદેશમાં રક્ષાબંધન નિમિત્તે તમામ સરકારી કર્મચારીઓને રજા રહેશે. સાથે જ 28 ઓગસ્ટે મહિલાઓ રાજ્યની સામાન્ય સરકારી બસોમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મફત મુસાફરી કરી શકશે. એટલે આ રક્ષાબંધન પર ક્યાંક બહેનના ખાતામાં રૂપિયા આવશે, તો ક્યાંક ભાઈના ઘરે પહોંચવાની મુસાફરી ફ્રી થશે