Sat Sep 05 2026

Logo

મટકી ફોડવા તૈયાર છો? રાજકોટ મનપાએ કરી મોટી જાહેરાત, સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન ફ્રી

2026-08-26 22:08:58
Author: Mumbai Samachar Team
મટકી ફોડવા તૈયાર છો? રાજકોટ મનપાએ કરી મોટી જાહેરાત, સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન ફ્રી

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ સ્પર્ધાનું શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે.ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે તા. 4 સપ્ટેમ્બર રાત્રે 8 થી 11 કલાક દરમિયાન આ રંગારંગ કાર્યક્રમ યોજાશે.રાજકોટના મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દયાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનરે તુપાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેન ખીમાણિયા, શાસક પક્ષ ક સંજસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતીના મનિષભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 

ફ્રીમાં થશે રજીસ્ટ્રેશન

આ કાર્યક્રમમાં પરંપરા, ભક્તિ, સંગીત, સાહસ અને મનોરંજનનો અનોખો સંગમ જોવા મળશે. મટકી ફોડ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક મંડળીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે ઓનવાઈન તેમજ ઓફલાઈન બંને પ્રકારની રજીસ્ટ્રેશન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

વિવિધ મટકી ફોડ મંડળીઓ વધુમાં વધુ સંખ્યામાં નોંધણી કરાવી આ ભવ્ય ૨૫ર્ધામાં જોડાણ અને જન્માનીના ઉત્સવને વધુ રંગીન બનાવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે રાજકોટ મહાનગરપાળિકાની વેબસાઈટ,જન્મ,સદા ઉપર જઈને ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે.ઓફલાઈન રાજકોટ મહાનગરપાલિકા, ડો. આંબેડકર ભવન, સાંસ્કૃતિક વિકાસ વિભાગ, રૂમ નં.5, ત્રીજો માળ, ઢેબરભાઈ રોડ, રાજકોટ ખાતે ફોર્મ ભરીને બર્મિટ કરવાનું રહેશે.

ઉત્સવનો મોટો જલસો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ માત્ર એક સ્પર્ધા પૂરતો સીમિત ન રહેતા ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ, યુવાનોનો ઉત્સાહ, મંડળીઓનું ટીમવર્ક તથા રાજકોટની ઉત્સવપ્રિય સંસ્કૃતિનું ભવ્ય પ્રતિબિંબ બની રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી બનવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

મટકી ફોડ સ્પર્ધામાં ભાગ લેનાર મંડળીઓ દ્વારા ઊંચા પિરામિડ રચી મટકી ફોડવાની રોમાંચક રજૂઆત કરવામાં આવશે. સ્પર્ધામાં મંડળીના સભ્યો વચ્ચેનું ટીમવર્ક, શારીરિક કૌશલ્ય અને ઉત્સાહ દર્શકોમાં રોમાંચ જોવા મળશે. આ સાથે કૃષ્ણ ભક્તિના ગીતને ડી.જે. પર પ્લે કરવામાં આવશે.આ વખતે પ્રથમ ઈનામ ₹1.50 લાખ રૂપિયા રાખવામાં આવ્યું છે. બીજુ ઈનામ ₹1.21 લાખ જ્યારે ત્રીજુ ઈનામી ₹1.01 લાખ રાખવામાં આવ્યું છે.