Wed Jul 08 2026

Logo

પુણેના ખડકવાસલા ડેમમાંથી મુઠા નદીમાં પાણી છોડાયું; નીચાણવાળા વિસ્તારો એલર્ટ

2026-07-08 21:33:59
Author: Mumbai Samachar Team
Article Image

પુણે: પુણે અને તેની આસપાસના કેચમેન્ટ વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે ખડકવાસલા ડેમમાંથી મુઠા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આના લીધે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને સાવચેતીના પગલારૂપે ઓછામાં ઓછા પાંચ પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. 

છેલ્લા ત્રણ દિવસથી પુણે શહેર, તેની આસપાસના ઘાટના વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવાનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે. હાલમાં, ડેમમાંથી ૨૭,૨૦૩ ક્યુસેકની ઝડપે પાણી છોડવામાં આવી રહ્યું છે. 

પાણી છોડવાની પ્રક્રિયા અડધી રાતે શરૂ થઈ હતી, જેના લીધે નદી કિનારે આવેલા સિંહગઢ રોડ વિસ્તારની કેટલીક હાઉસિંગ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી છોડતા પહેલાં, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા સ્થાનિક રહીશોને એલર્ટ  કરવામાં આવ્યા હતા.