Mon Aug 31 2026

Logo

અમેરિકા આજે રાત્રે ઈરાન પર હુમલો કરશે, ટ્રમ્પે આપી ધમકી

WASINTON DC   2026-07-08 21:46:59
Author: Chandrakant Kanoja
અમેરિકા આજે રાત્રે ઈરાન પર હુમલો કરશે, ટ્રમ્પે આપી ધમકી

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધની સંભાવના વધી છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઇરાનને ધમકી આપી છે. તેમણે કહ્યું કે આજે રાત્રે ફરીથી હુમલો કરીશું. આ પૂર્વે ઈરાને પણ અમેરિકા સાથે બદલો લેવાની પણ જાહેરાત કરી હતી. 

ખાર્ગ ટાપુ પર કબજો કરવાનો પ્રયાસ કરી શકે છે. 

આ અંગે અમેરિકા ઈરાનના નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરી શકે છે અને યુદ્ધવિરામ ભંગ થયા પછી ખાર્ગ ટાપુ પર કબજો કરવાનો પ્રયાસ કરી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન પર વધુ હુમલા કરી શકે છે. તુર્કીમાં નાટો સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ  ઝેલેન્સકી સાથે મુલાકાત પૂર્વે  ટ્રમ્પે પત્રકારોને કહ્યું, અમે આજે રાત્રે તેમને સમાપ્ત કરવા જઇ રહ્યા છીએ. 

ઈરાને ખાડી દેશોને ચેતવણી આપી 

આ પૂર્વે ઈરાનના ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરે જણાવ્યું છે કે જો ઈરાની સાર્વભૌમત્વ વિરુદ્ધ આક્રમણમાં અમેરિકાની સેનાને કોઈપણ દેશ તરફથી મદદ મળશે તો દેશે પરિણામ ભોગવવા પડશે. 

ઈરાન સાથેની સમજૂતી સમાપ્ત થઈ

ઉલ્લેખનીય છે કે, હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ જહાજો પર થયેલા હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું કે ઈરાન સાથેની સમજૂતી સમાપ્ત થઈ છે. તુર્કીમાં નાટો સમિટ દરમિયાન બોલતા, ટ્રમ્પે કહ્યું હું હવે તેમની સાથે કોઈ સોદો કરવા માંગતો નથી. તે ખોટા લોકો છે તેમજ  તેમની સાથે વાત ચાલુ રાખવી એ સમયનો બગાડ છે.