વારાણસીઃ સલમાન ખાન સાથે ફિલ્મ 'મૈને પ્યાર કિયા'માં જોવા મળેલી એક્ટ્રેસ ભાગ્યેશ્રીએ પવિત્ર નગરી કાશીની મુલાકાત કરી હતી. ફિલ્મ ક્ષેત્રની સાથે જાહેરાતમાં પણ જોવા મળતી એક્ટ્રેસ હવે ખાણી-પીણીના મુદ્દે ટ્રોલ થઈ રહી છે. મહાદેવની નગરી કાશીની મુલાકાત દરમિયાન સ્થાનિક ખાદ્યપદાર્થો અને પીણાંના પ્રચાર અંગેની ટીકાનો જડબાતોડ જવાબ આપ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે લોકલ ફૂડ અને વેપારીઓને પ્રમોટ કરવાથી તેમને મદદ મળે છે, અને કેટલાક લોકો સંપૂર્ણ હકીકતો જાણ્યા વિના બિનજરૂરી રીતે વિવાદ ઊભો કરી રહ્યા છે.તાજેતરમાં વારાણસીમાં એક સ્થાનિક લસ્સીવાળાની દુકાનમાં લસ્સી પીતો ભાગ્યશ્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
બનારસી લસ્સીની મોજ માણી
આ પછી કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે તે શૂટ પછી લસ્સી પીધી ન હતી, કારણ કે તેમાં ખાંડનું પ્રમાણ વધુ હતું.આ વાત અને વિડિયો ઈન્ટરનેટ સુધી પહોંચી જતા લોકોએ કોમેન્ટ કરીને ટ્રોલ કરી દીધી હતી. જ્યારે કેટલાક લોકોએ તેની પ્રમોશનલ પ્રવૃત્તિ પર સવાલ ઉઠાવ્યા, ત્યારે ઘણા યુઝર્સે એક્ટ્રેસનો બચાવ પણ કર્યો,યુઝર્સે એવું પણ લખ્યું કે, દરેકની પોતાની એક અલગ પસંદ હોય છે. ભાગ્યશ્રીએ સોશિયલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે, જેમાં તે કુલડીમાં પીરસવામાં આવતી બનારસી લસ્સીનો આનંદ માણી રહી છે. આ સાથે એક્ટ્રેસે ઉલ્લેખ કર્યો છે કે, સવારે 3 વાગ્યે મંગળા આરતીમાં હાજરી આપી હતી, અને ત્યારબાદ, કાળઝાળ ગરમીમાં ગંગા ઘાટ પર ચાલતી વખતે, આ લસ્સી તેના માટે ખરા અર્થમાં એક એનર્જી ડ્રિંક સમાન બની, પોસ્ટમાં, લખ્યું કે લસ્સીમાં ઉમેરવામાં આવેલા ડ્રાયફ્રૂટનો સ્વાદ ખૂબ જ ગમ્યો છે. એક્ટ્રેસે એવું પણ નોંધ્યું કે મીઠી અને ખારી લસ્સી વચ્ચે પસંદગી કરવી એ વ્યક્તિગત ચોઈસનો વિષય છે.

કોમેન્ટનો જડબાતોડ જવાબ આપ્યો
જ્યારે મીઠી લસ્સી ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય વિકલ્પ ન હોઈ શકે, ત્યારે દહીં કેલ્શિયમ, પ્રોટીન અને પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે. ખાંડ અથવા ગોળ એનર્જી પૂરી પાડે છે અને પાણીનું પ્રમાણ શરીરને હાઇડ્રેટ રાખે છે. 40 ડિગ્રી તાપમાનમાં આ એક આદર્શ પીણું હતું.વાયરલ થઈ રહેલી આ વિડિયો ક્લિપ પર લોકોએ પોતાની કોમેન્ટ કરી હતી. મોટાભાગની કોમેન્ટમાં લોકોએ એના વખાણ કર્યા હતા અને બનારસને નજીકથી જોનારે અન્ય કેટલીક ફૂટ આઈટમ ટ્રાય કરવા સજેશન આપ્યા હતા. કેટલાકે દાવો કર્યો હતો કે, લસ્સીને માત્ર પ્રમોટ કરી છે પીધી નથી.આના રીપ્લાયમાં તેણે કહ્યું કે, શું તમે ત્યાં હાજર હતા? શું કોઈએ મને એ કહેતા સાંભળી કે લસ્સી ખૂબ મીઠી છે અને હું આને પીવાની નથી?
અડધી જાણકારી અને અધૂરો વિડિયો શૅર કરવો જ અસલી જુઠ્ઠાણું છે. કોઈ લોકલ ફૂડને પ્રમોટ કરીને કોઈ પૈસા કમાતું નથી. આનાથી લોકલ વેન્ડરને મોટો સપોર્ટ મળે છે. એ શરમની વાત છે કે, કેટલાક લોકો ખાલી દિમાગવાળા લોકો, આટલી સામાન્ય વાતમાં નેગેટિવિટી શોધી લે છે. કાશી જેવી પવિત્ર જગ્યા પર તમારી કારણ વગરની ટીકા મહત્ત્વહિન છે.