મુંબઈઃ અયોધ્યા રામ મંદિરના દાનચોરીના કેસના કારણે તો ચર્ચામાં છે જ, પણ અહીંયા જમીનની ખરીદીના કારણે પણ શહેર સતત ચર્ચાતું રહ્યું છે. જ્યારથી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે. અયોધ્યાની રીયલ એસ્ટેટમાં તેજી જોવા મળી રહી છે. માત્ર સામાન્ય વ્યક્તિ, બિલ્ડર કે રોકાણકારો જ નહીં સ્ટાર્સ પણ અયોધ્યામાં રોકાણ કરીને જમીનની ખરીદી કરી રહ્યા છે. હવે આ પાછળનું કારણ સામે આવ્યું છે કે, શા માટે બોલિવૂડ સ્ટાર્સ અયોધ્યામાં જમીન ખરીદી રહ્યા છે અને રોકાણ કરી રહ્યા છે?
પ્રીમિયમ ગણાતી પ્રોપર્ટીમાં રોકાણ
અમિતાભ બચ્ચન અને રણવીર કપુરે પ્રભુ રામની નગરી અયોધ્યામાં પ્રોપર્ટી ખરીદી છે. વર્ષ 2024માં રામ મંદિર બનીને તૈયાર થઈ ગયું હતું અને દર્શન માટે ખોલી દેવામાં આવ્યું હતું. એ પછી આસ્થાનું કેન્દ્ર ધીમે ધીમે તીર્થધામ બની રહ્યું છે. મંદિર તૈયાર થતા અનેક એવા ક્ષેત્રમાં મોટા પરિવર્તન આવી રહ્યા છે. ખાસ કરીને રીયલ એસ્ટેટમાં તેજી જોવા મળી રહી છે. અમિતાભ બચ્ચન અને રણવીર કપુરે અયોધ્યાની પ્રીમિયમ ગણાતી પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. અયોધ્યામાં કેટલાક સેક્ટર ખૂબ જ ઝડપથી વિકસી રહ્યા છે, બદલાઈ રહ્યા છે.
અયોધ્યા નગરીનું ચિત્ર બદલી રહ્યું છે. ક્નેક્ટિવિટીથી લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી તમામ સેક્ટરમાં એક વિઝન સાથે વિકાસ આકાર લઈ રહ્યો છે. રામ મંદિરના નિર્માણ બાદ અયોધ્યાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી બદલી રહ્યું છે. આ સાથે પ્રીમિયમ અને લક્ઝરી પ્રોપર્ટીની માગ પણ વધારો થયો છે. શહેરમાં હોસ્પિટાલિટી પ્રોજેક્ટ, બ્રાંડેડ રેસિડન્ટલ પ્રોજેક્ટ, લક્ઝરી ટાઉનશીપનો વિકાસ થઈ રહ્યો છે. અયોધ્યામાં સૌથી પહેલા પ્રોપર્ટી ક્ષેત્રે રોકાણ કરનારા સ્ટાર્સમાં અમિતાભ બચ્ચન પહેલા ક્રમે છે.
'રામાણય' ફિલ્મ પહેલા ડીલ કરી
આ સિવાય અભિનંદન લોઢાએ આ અંગે એક ખુલાસો કરતા જણાવ્યું હતું કે, અમિતાભ બચ્ચને ફોન કર્યો હતો અને કહ્યો હતો કે, હું યુપીથી છું અને મારે અયોધ્યાજીમાં જમીન લેવી છે. બીગ બીનો જન્મ પ્રયાગરાજમાં થયો હતો. અમિતાભ બચ્ચનને શરૂઆતમાં અયોધ્યામાં એક જમીન ખરીદી હતી. એ પછી શહેરની પ્રોપર્ટીમાં રસ દાખવ્યો હતો. આ પછી હરિવંશરાય બચ્ચન મેમોરિયલ ટ્રસ્ટ બનાવવા માટે રામ મંદિરથી 20 મિનિટના અંતરે બે વીઘા જમીન લીધી હતી. જ્યારે ધ સરયુમાં એક પ્લોટ ખરીદ્યો હતો.
આ પછી વર્ષ 2026માં એક પ્રોપર્ટી ડીલ કરી હતી. આ સિવાય રણવીર કપુરે પણ અયોધ્યાની પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. રણવીર કપુરની ફિલ્મ 'રામાયણ' આવે એ પહેલા તેણે અયોધ્યામાં એક પ્રોપર્ટી ડીલ કરી નાંખી હતી. અયોધ્યામાં જમીનની ખરીદી મુદ્દે એક્ટરે કહ્યું હતું કે, અયોધ્યાએ મારી પસંદગી કરી છે. એક્ટરે અહીંયા એક લક્ઝરી ટાઉનશીપમાં રોકાણ કર્યું છે. માત્ર અમિતાભ બચ્ચન કે રણબીર કપુરની વાત નથી, અન્ય બોલિવૂડના કલાકારોએ પણ અયોધ્યામાં જમીનમાં પૈસા રોકાવા માટે રસ દાખવ્યો છે. આ અંગે કોઈ કલાકારના નામ સામે આવ્યા નથી.