Sun Jun 21 2026

Logo

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાના સંકેત! કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું ક્યારથી સસ્તું થશે ઈંધણ

2026-06-21 10:58:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના મોંઘા ભાવથી પરેશાન જનતા માટે રાહતના સમાચાર આવી શકે છે. ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન હરજીત સિંહ પુરીએ સંકેત આપ્યા છે કે જો તાજેતરમાં ખરીદવામાં આવેલું ઓછી કિંમતનું કાચું તેલ (Crude Oil) ભારતીય રિફાઇનરીઓ સુધી પહોંચશે, તો આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે.

ક્રૂડ ઓઈલ $110થી ઘટીને $80 પર આવ્યું છતાં ભાવ સ્થિર

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે, વૈશ્વિક ઓઇલ માર્કેટમાં ભારે અસ્થિરતા હોવા છતાં, ભારત સરકારે સ્થાનિક બજારમાં ઈંધણના ભાવ નિયંત્રણમાં રાખ્યા છે. અમેરિકા-ઈરાન તણાવ શરૂ થતાં પહેલાં કાચા તેલની કિંમત $70 પ્રતિ બેરલ હતી. યુદ્ધની સ્થિતિ દરમિયાન આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના દામ વધીને $110 પ્રતિ બેરલ ને પાર થઈ ગયા હતા. શાંતિ સમજૂતી બાદ હવે આ કિંમત ઘટીને $80 પ્રતિ બેરલ પર આવી ગઈ છે.

હરદીપ સિંહ પુરીએ ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો બચાવ કર્યો

ભાવ ન ઘટવાનું કારણ આપતા હરદીપ સિંહ પુરીએ ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું કે હાલમાં કંપનીઓ ઊંચા ભાવે ખરીદેલા જૂના સ્ટોકનું પ્રોસેસિંગ કરી રહી છે. આથી આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો નરમ થવાનો સીધો લાભ સામાન્ય ગ્રાહકો સુધી પહોંચવામાં થોડો સમય લાગશે. કેન્દ્રીય પ્રધાને દાવો કર્યો છે કે મધ્ય પૂર્વમાં ભારે તણાવ છતાં ભારતમાં ઈંધણના ભાવ અપેક્ષાકૃત સ્થિર રહ્યા છે. વાસ્તવિક સ્થિતિ જોઈએ તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટો વધારો ઝીંકવામાં આવ્યો નથી.

મહત્વની વાત એ છે કે, મોદી સરકારે 2021 અને 2022માં પેટ્રોલ અને ડીઝલના સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો, જેના કારણે બંને ઇંધણ પરનો બોજ લગભગ ₹10 પ્રતિ લિટર ઓછો થયો હતાં. પરંતુ ઈંધણના ભાવમાં કેમ ઘટાડો કરવામાં આવ્યો નથી? આ એક પ્રશ્ન છે. બચાવ કર્તાં હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર (UN) ના 193 દેશોમાંથી માત્ર જાપાન જ એક એવો દેશ છે જ્યાં ભારત કરતાં પેટ્રોલિયમના ભાવમાં ઓછો વધારો જોવા મળ્યો છે.

ઓઇલ કંપનીઓ રોજનું 1,000 કરોડનું નુકસાનનો આલાપ

રશિયા-યુક્રેન સંકટ અને મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કુલ વધારો માત્ર 7.60 રૂપિયા સુધી સીમિત રાખવામાં આવ્યો હતો. હરદીપ સિંહ પુરીએ ખુલાસો કર્યો કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના આસમાને પહોંચેલા ભાવોના કારણે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં દરરોજ આશરે 1,000 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવી રહી છે. આમ છતાં, સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે વૈશ્વિક મોંઘવારીનો સંપૂર્ણ બોજ ગ્રાહકો પર ન પડે.