Sat Jul 04 2026

Logo

પાલનપુરમાં એરોમા સર્કલ પાસે ગંભીર અકસ્માત, મામા-ભાણેજના ઘટનાસ્થળે જ મોત

2026-07-03 18:48:41
Author: Vimal Prajapati
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

પાલનપુર: પાલનપુરમાં આવેલા એરોમા સર્કલ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. અહીં બાઈક અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બે યુવકોનું મોત થયું છે. આ અકસ્માતમાં બાઈકસવાર બંને મૃતક મામા-ભાણીયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યાં પ્રમાણે મામા-ભાણેજ બાઈક લઈને પાલનપુરથી ડાંગીયા મડાણા તરફ જઈ રહ્યાં હતા, તે દમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અરોમા સર્કલ પાસે જ આમનું બાઈક એક ટ્રક સાથે અથડાયું હતું. 

અકસ્માતના કારણે ડીસા-પાલનપુર હાઈવે પર ભારે ટ્રાફિક

અકસ્માતની જાણ થતા પશ્ચિમ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. અકસ્માતના કારણે ડીસા-પાલનપુર હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે પહેલા મૃતદેહોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતાં. આ સાથે હાઈવે પર લાંબો ટ્રાફિક થયો હોવાથી પોલીસ દ્વારા ટ્રાફિકને પણ નિયંત્રણમાં લીધો હતો. અત્યારે પોલીસે આ કેસમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.. 

બંને યુવકો મડાણા ડાંગીયા હોવાનું જાણવા મળ્યું

પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે આ બંને યુવકો મડાણા ડાંગીયા હોવાનું જાણવા મળ્યું હતું. બંને યુવકો ઠાકોર સમાજના છે, જેમાં એક યુવક 27 વર્ષનો છે અને બીજો યુવક 45 વર્ષનો મામાં-ભાણીયા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને મૃતકોના પરિવારને પણ જાણ કરી દેવામાં આવી છે.