Sat Jul 04 2026

Logo

ગુજરાતમાં રથયાત્રા પૂર્વે જૈશ-એ મોહમ્મદના 8 આતંકીઓની ધરપકડ

2026-07-03 15:38:24
Author: Chandrakant Kanoja
Article Image

અમદાવાદ : ગુજરાતમાં રથયાત્રા પૂર્વે એટીએસએ જૈશ-એ મોહમ્મદના 8 આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓ રાજ્યના આતંકી નેટવર્ક સક્રિય કરવાનો પ્રયાસ કરતા હતા. એટીએસ દ્વારા આ તમામની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. 

મધ્યપ્રદેશ અને રાજ્યમાં ઓપરેશન કરીને આ 8 શખ્સોની ધરપકડ કરી

આ અંગે મળતી માહિતી મુજબ ગુજરાત એટીએસની ટીમે મધ્યપ્રદેશ અને રાજ્યમાં ઓપરેશન કરીને આ 8 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ આતંકી સંગઠન જૈશ- એ- મોહમ્મદ માટે સક્રિય હતા. તેમજ આ લોકો ગુજરાતમાં ફરીથી સમગ્ર આતંકી સંગઠનને સક્રિય કરવાના પ્રયાસ કરતાં હતા. એટીએસને આ અંગે માહિતી મળતા તપાસ હાથ ધરી હતી. તેમજ અલગ અલગ ટીમો બનાવીને તેમની ધરપકડ કરી હતી. 

એક આરોપી મધ્ય પ્રદેશના દેવાસનો રહેવાસી 

એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા  આરોપીઓમાં ત્રણ બનાસકાંઠાના,. ત્રણ પાટણના એક નવસારીનો અને એક આરોપી મધ્ય પ્રદેશના દેવાસનો રહેવાસી છે. 

1. અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા ઉર્ફે અબુ ઉબૈદા (19 વર્ષ) – રહે/ઓ ભાગલ, પાલનપુર, બનાસકાંઠા

2. ઈબ્રાહીમ મોહમ્મદ હુસેન ઘાઘા ઉર્ફે અબુ હમઝા (30 વર્ષ) - રહે/ઓ ભાગલ, પાલનપુર, બનાસકાંઠા

3. મુદસ્સીર અબ્દુલ્લા ગાઝીવાલા ઉર્ફે અબુ આયા (22 વર્ષ) - રહે/ઓ ભાગલ, પાલનપુર, બનાસકાંઠા

4. ઝકરિયા દુરાની મોહમ્મદ અમ્મર ઘાઘા ઉર્ફે ઈબ્ન અમ્મર ઉર્ફે ઝકરિયા પાલનપુરી (21 વર્ષ) – જામિયા અબુલ હસન મદ્રેસા, ખાડિયાસણા, સિદ્ધપુર, પાટણ

5. મુફ્તી ફૌજાન ઈસ્માઈલ દૌવા ઉર્ફે મુફ્તી સાહબ (40 વર્ષ) – જામિયા અબુલ હસન મદ્રેસા, ખડિયાસણા, સિદ્ધપુર, પાટણ

6. મોહમ્મદ અમીન શેરા ઉર્ફે અમીન પાલનપુરી (21 વર્ષ) – જામિયા અબુલ હસન મદ્રેસા, ખાડિયાસણા, સિદ્ધપુર, પાટણ

7. મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવદી ઉર્ફે મોહમ્મદ પાલનપુરી @ અબુ યુનિસા (22 વર્ષ) – જામિયા રહેમાનીયા ખંભાળિયા, અંભેટા, ચીખલી, નવસારી

8. બિલાલ દુરાની મોહમ્મદ અમ્મર ઘાઘા ઉર્ફે અબુ દુજાનાઉર્ફે અબુ સુફીયાન ઉર્ફે અબુ ઝુંદાલ ઉર્ફે ઉમર બિન ખત્તાબ (18 વર્ષ) – વારસી નગર, દેવાસ, મધ્યપ્રદેશ